રાપર : એલપીજી ટેન્કરમાંથી ૧૩૨૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

0
9
Share
Share

ભૂજ તા.૨૯

પોલીસની આંખમાં ધૂળ નાખવાના ઇરાદે રાંધણગેસ-એલપીજીના ટેન્કરમાં કચ્છમાં ધૂસાડાઇ રહેલા અડધા કરોડથી ઉપરાંતની કિંમતના વિદેશી શરાબના વિક્રમી  જથ્થાને આડેસર પોલીસે ઝડપી પાડયો છે. નાઇટ રાઉન્ડમાં રહેલા રાપરના સીપીઆઇ ડી.એમ.ઝાલા અને આડેસર પીએસઆઇ એ.પી.જાડેજાએ પરોેઢે ખેડૂકાવાંઢથી ભીમાસર તરફ જતાં માર્ગ પર રાજસ્થાન પાસીંગના ટેન્કરમાંથી શરાબનો જંગી જથ્થો ઝડપ્યો હતો.

જો કે ટેન્કરનો ડ્રાઇવર રાબેતા મુજબ પોલીસના હાથમાંથી સાબુની ગોટીની જેમ સરકી ગયો હતો! ટેન્કરમાંથી પોલીસને રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૪૫૬૦ નંગ અને મેકડોવેલ્સ નંબર-૧ બ્રાન્ડ વ્હીસ્કીની ૮૭૦૦ મળી કુલ ૫૬ લાખ ૩૩ હજાર ૭૦૦ રૂપિયાની કિંમતની ૧૩ હજાર ૨૬૦ નંગ બોટલ જપ્ત કરી હતી. પોલીસે ૨૦ લાખની કિંમતના આર.જે. ૧૪ જીઇ ૨૪૩૪ નંબરના ટેન્કર અને દારૂ મળી કુલ ૭૬.૩૩ લાખનો મુદામાલ કબ્જે કરી ટેન્કર ડ્રાઇવર, દારૂ મગાવનાર અને મોકલનાર અજાણ્યા બુટલેગરો સામે આડેસર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે. રાજય સરકારે પોલીસ ચેકપોસ્ટો નાબૂદ કરી દેતાં કચ્છમાં દારૂ ભરેલી ટ્રક, ટ્રેલરો ઝડપવાનું પ્રમાણ વઘ્યું છે. બૂટલેગરો બિન્દાસ રીતે પરપ્રાંતમાંથી શરાબનો જથ્થો મગાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here