રાપરના પલાસવા ગામે પત્નિને ભાભી સાથે મળી સળગાવતો પતિ

0
37
Share
Share

ભુજ તા. ર૮

રાપર તાલુકાના પલાંસવા ખાતે પતિએ પોતાના ભાભી સાથે મળી પત્નીને સળગાવી હોવાની ઘટના હોસ્પિટલ પોલીસ ચોકીએ નોંધાઇ છે.

પલાંસવા ખાતે પોતાના પતિ અને સાસુ સાથે રહેતી રપ વર્ષીય ઇન્દુબેન ઇશ્વરભાઇ મકવાણા ગત ર૪/૯ ના પોતાના ઘરે જ હતી ત્યારે તેના પતિ ઇશ્વરભાઇ કરણાભાઇ મકવાણા અને તેના જેઠાણી હકીબેન રમેશ મકવાણાએ તેના ઉપર કેરોસિન છાંટી તેને સળગાવ્યા બાદ બંને જણા જાતે જ ગાંધીધામની મહેતા હોસ્પિટલે લઇ ગયા હતા. આ બાબતે ભોગ બનનાર પરિણિતાના હમીરપર રહેતા કાકા લક્ષ્મણભાઇ ગોવાભાઇને જાણ થતા તેઓ મળવા ગયા હતા ત્યારે તેમને આ તમામ હકિકતનો ખ્યાલ આવતા તેમણે પોતાની ભત્રીજી ઇન્દુબેનને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ ખસેડી હતી. તેમણે હોસ્પિટલ ચોકીમાં નોંધાવ્યુ છે કે તેની ભત્રીજીના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેના પતિના આડા સબંધની તેને જાણ થઇ જતા પતિએ ભાભી સાથે મળી આ બનાવને અંજામ આપ્યો છે. આ બનાવ બાબતે આડેસર પોલીસ મથકે જાણ કરાઇ છે.

ભચાઉ : કન્ટેનર હડફેટે બાઇક ચડતા બે યુવાનોનાં મોત

ભચાઉથી ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે ઉપર સાંજના સમયે બાઇક લઇને જતાં બે યુવાનો પર નજીકથી પસાર થઇ રહેલું કન્ટેનર માથે પડયુ હતું અને બંને યુવાનોના કન્ટેનર નીચે કચડાઈ જવાથી કમકમાટી ભર્યા મોત થયા હતા.

ભચાઉ ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવે પર સાંજના સમયે ભચાઉ નજીક આવેલી પ્લાય બનાવવાની ફેકટરી માં કામ કરતા મૂળ ચોબારીના અને હાલે ભચાઉના ટાટાનગરમાં રહેતા અશોક ગુમાનગર ગોસ્વામી તેની સાથે કંપનીમાં કામ કરતા અન્ય જશુભાઈ રામસીભાઇ વાઢેર જેઓ મૂળ ગામ સુત્રાપાડા નજીકના લોઢા ગામના રહેવાસી હતા તે બંને યુવાનો પોતાનો મોટરસાયકલ લઈને ઓરિએન્ટ પ્લાય નામની કંપનીમાં નોકરીના સમયે જઈ રહૃાા હતા તેવા સમયે નેશનલ હાઈવે ઉપર પાછળની સાઇડથી આવી રહેલું કન્ટેનર ભરેલું જીજે- ૧૨-બીડબલ્યુ-૨૩૬૮ નંબરનું ટ્રેલર ગોલાઈ વાળવા નજીકમાંથી પસાર થઈ રહેલા આ બંને મિત્રો ઉપર પડયું હતું અને આ બે સહ કર્મચારીઓના  દબાઈ જવાથી કમકમાટી ભર્યા મોત નિપજયા હતા

બનાવની જાણ થતાં ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સિસોદિયા, પીએસઆઇ મકવાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો તેમજ આ બનાવની જાણ ભચાઉમાં થતાં ભચાઉ નગરપાલિકાના નગરસેવક ઉમિયા શંકર જોશી અને વિશ્વ હિન્દુ પરિષદના અવિનાશભાઈ જોશી તેમજ અન્ય યુવાનો મદદે દોડી આવ્યા  હતા. અકસ્માતમાં મરણ જનાર અશોકગર ગોસ્વામીના લગ્ન એક દિવસ પહેલા જ તેમના ભાઈ અને પિતા તેમના સસરા પક્ષમાં જઈને નક્કી કરી આવ્યા હતા. આ બનાવની જાણ એલએન્ડટી કંપનીના ટ્રાફિક કંટ્રોલ વેન ને થતા સાજીદ ભાઈ  રાઉમા સહિતના ની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અકસ્માત નો બનાવ એટલો ગંભીર હતો કે બંને યુવાનોના મૃતદેહોના ટુકડે ટુકડા થઈ ગયા હતા જેને સમેટવા પણ મુશ્કેલ હતા ત્યારે એલ એન ટી માં ફરજ બજાવતા કર્મચારીઓ દ્રારા નિષ્ઠાપૂર્વક કામગીરી કરાઈ હતી.

તો આ જ જગ્યાએ એક માસ પહેલા થયેલા બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે બાઇક સવાર મોહનભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને પ્રથમ સારવાર માટે ભુજ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા જયાં તા.૨૫/૮ ના તેમણે દમ તોડયો હતો. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખાવડા : પાણી પૂરવઠા કચેરીનાં ર૯ હજારનાં કેબલની ચોરી

ભુજના ગાયત્રી મંદિર રોડ પરની સિધ્ધિ વિનાયક કોલોનીમાં રહેતા અને ખાવડા પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા દિનેશભાઇ ગોરધનભાઇ રામાનુજની ફરિયાદને ટાંકીને ખાવડા પોલીસે જણાવ્યું હતું કે ચોરીનો બનાવ ગત રરમીના સવારથી ર૩મીના સવાર દરમિયાન બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સોએ બાંડી ડેમમાં આસપાસના ગામોમાં પાણી પહોંચાડવા માટેની ડેમમાં ઉતારેલી મોટરમાં લાગેલો ૭પ મીટર કેબલ કિંમત રૂપિયા ર૮૯પ૦ નો ચોરી ગયા છે.

અંજાર : વરસાણા ગામે કાપડની દુકાનમાંથી રૂા.૯૭ હજારની મતાની ચોરી

અંજારના વરસાણામાં કપડાંની દુકાન માંથી અજાણ્યા ૪ ઈસમોએ રૂ. ૯૭,૫૫૦ના મુદ્દામાલની ચોરી કરી બાજુની મોબાઇલની દુકાનના સીસીટીવીના સીડીઆરની ચોરી પણ કરી હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી ભચાઉ તાલુકાના નંદગામમાં રહેતા ૩૨ વર્ષીય ભરતભાઇ મ્યાજરભાઈ આહિરની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાઈ હિતેશભાઈની ચામુંડા રેડીમેઈડ નામની દુકાન વરસાણા ગામની સીમમાં આવેલ પીએસએલ કંપની પાસે આવેલી છે. જેમાં ગઈ રાત્રીએ ૪ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનના શટરના તાળા તોડી તેમાંથી ૫૫,૦૦૦ની કિમંતના પેન્ટ-શટર્ના ૭૦ નંગ ઉપરાંત ૧૦,૦૦૦ના કિમંતની ૨૦ નાઈટ પેન્ટ તથા પુમા કંપનીના ૩૨,૫૫૦ની કિમંતના ૩૧ નંગ સૂઝ સહિત કુલ રૂ. ૯૭,૫૫૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાદ બાજુમાં આવેલી ગણેશ મોબાઇલની દુકાનના તાળા તોડી તેમાંથી સીસીટીવીના સીડીઆરની પણ ચોરી કરી હતી. પરંતુ અન્ય દુકાનમાં આ ૪ ચોરો ચોરી કરતા આબાદ ઝડપાઇ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here