રાપરઃ વિદેશી દારૂનાં ૩ ગુન્હામાં એક વર્ષથી ફરાર આરોપી દારૂ બીયર સાથે ઝડપાયો

0
9
Share
Share

ભુજ, તા.૧૫

આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારુના ૩ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને સરહદી રેન્જ પેરોલ ફર્લેા ટીમે ૮૮ હજારની કિમંતના દારુ અને બિયરના જથ્થા સાથે કિડિયાનગરથી પકડી લેતાં એક સાથે બે સફળતા પોલીસને મળી છે.

આ બાબતે પીઆઇ ભાવિન સુથારે વિગતો આપી હતી કે, બોર્ડર રેન્જની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ એન.વી.રહેવરે ટીમ સાથે બાતમીના આધારે રાપરના કિડીયાનગરમાંથી વર્ષ-૨૦૧૯ માં જે આરોપી વિરુધ્ધ દારુના ૩ કેસ નોંધાયા છે અને આ ગુનામાં તે ૧ વર્ષથી ફરાર છે તે કિડીયાનગરના હરિસીંહ જોરુભા વાઘેલાને ભારતીય બનાવટના વિદેશી દારુની ૭૫૦ એમએલની ૧૪૪ બોટલ, ૧૮૦ એમએલના ૨૪૯ કવાટર્રીયા, ૩૭૫ એમએલના ૧૬ કવાટર્ર અને બિયરના ૬૫ ટીન મળી રુ.૮૮,૭૭૫ ની કિમંતના દારુ-બીયરના જથ્થા સાથે પકડી લઇ વધુ તપાસ માટે આડેસર પોલીસને સોંપ્યો હતો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here