રાત્રે ૧૨ વાગ્યે જે ખાવાની મજા છે, તે બીજે ક્યાંય નથી: મહાનાયક અમિતાભ બચ્ચન

0
20
Share
Share

મહાનાયક અમિતાભ બચ્ચને શેર કરેલી મિડ નાઈટ સ્નેકની પોસ્ટ ઉપર સેલેબ્સે મજેદાર રિએક્શન આપ્યા

મુંબઈ,તા.૪

અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા જ કોરોનાથી રિકવર થયા છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર તેમના મિડ નાઈટ સ્નેકની છે. તેમની આ પોસ્ટમાં સેલેબ્સના મજેદાર રિએક્શન્સ આવી રહ્યા છે. અમિતાભ બચ્ચને તસવીર સાથે લખ્યું છે, રાત્રે ૧૨ વાગ્યે જે આ ખાવાની મજા છે, તે બીજે ક્યાંય નથી. જેવી તેમણે આ પોસ્ટને શેર કરી, તેમના કમેન્ટ સેક્શનમાં મજેદાર કમેન્ટ્‌સ આવવા લાગી. કૃતિ સેનને લખ્યું, મારી ફેવરિટ, જ્યારે રણવીર સિંહે લખ્યું, ઓહ બચ્ચન સાહેબ!!! ઉફ્ફ આ શું કરી રહ્યા છો તમે? મૌની રોયે પણ મોઢામાંથી પાણી નીકળતું ઈમોજી બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને હાલમાં જ કોરોના વાયરસને હરાવ્યો છે. તેઓ કામ પર પાછા ફરી ચૂક્યા છે. તેમણે પોતાના લોકપ્રિય ક્વીઝ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ અયાન મુખર્જીની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. ત્યારે બીજી તરફ બીગ બીએ કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાલમાં એક નવી કાર પણ ખરીદી લીધી છે. અમિતાભ બચ્ચને નવી મર્સિડિઝ બેન્ઝ કાર ખરીદી છે. તેમનો કાર સાથેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ માસ્ક પહેરીને સફેદ રંગની નવી કાર સાથે દેખાઈ રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here