બ્રિસ્બેન,તા.૨૩
‘દેના વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે’ આ વાકય અહીં બરાબર બંધ બેસે છે. જી હા ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના ૩૦ વર્ષના એક શખ્સની ઉંઘ ત્યારે ઉડી ગઇ જ્યારે તેને જોયું કે તેને ૭૫ કરોડની લોટરી લાગી ગઇ છે. તેણે ખરેખર અડધી રાત્રે બસ એમ જ આંખ ખુલી તો પોતાના ઇ-મેલ્સ ચેક કરવા માટે ફોન ઉઠાવ્યો હતો. તેમાંથી એક ઇમેલ પાવરબોલ લોટરી અંગે હતો. આ શખ્સનું કહેવું છે કે ઇ-મેલ જોયા બાદ તે આખી રાત સૂઇ શકયો નહોતો. તેનો પ્લાન છે કે આ રકમમાંથી પોતાની અને તેની માતા માટે ઘર ખરીદશે પરંતુ કામ કરવાનું છોડશે નહીં.
પાવરબોલની ૨૧ જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા પરિણામોમાં આ વ્યક્તિને ૧૦ મિલિયન ડોલરનું ટોચનું ઇનામ મળ્યું. એટલું જ નહીં તેને ઘણા નાના-મોટા ઇનામો પણ મળ્યાં, જેના કારણે તેના ખાતામાં ૧૦,૩૬૭,૧૪૪ ડોલર પહોંચી ગયા. તેમણે કહ્યું કે તેઓ રાત્રે વહેલા સૂઈ ગયા હતા, પરંતુ ૨ વાગ્યે તેની આંખ ખૂલી ગઇ તો તે ઇ-મેઇલ ચેક કરવા લાગ્યો.
તેમાં પાવરબોલ અંગે ઇ-મેલ પણ હતો. તેણે કહ્યું કે તે ભાગ્યે જ પાવરબોલ રમે છે અને તેનું કુલ ઇના જોયા બાદ તે ઉંઘી શકયો નહીં. જો કે, તેણે સ્પષ્ટતા કરી છે કે તે પોતાનું કામ ચાલુ રાખશે નહીં તો કંટાળી જશે. એક વાત ચોક્કસ છે કે આ ઇનામ જીતવાથી તેની ચિંતાઓ સમાપ્ત થઈ ગઇ છે. તેનું કહેવું છે કે તે પોતાના અને પોતાની માતા માટે ઘર ખરીદશે.
તેમનું કહેવું છે કે તેને ઘણા બધા કામ કરવાના છે તે એટલો ઉત્સાહિત છે કે તે કંઈ પણ નિર્ણય લેવામાં અસમર્થ છે. તેનું કહેવું છે કે બધું સ્વપ્ન જેવું છે.