રાણાવાવ : મોકર ગામનાા ચાર યુવાનો તણાયા, એકનો મૃતદેહ મળ્યો

0
20
Share
Share

રાણાવાવ તા.૧૭

રાણાવાવના મોકર ગામે રહેતા ૪ યુવાનો મોકર રણના પાણીમાં તણાયા હતા. ૪ યુવાનોમાંથી ૧ નો આબાદ બચાવ થયો હતો જ્યારે ૩ યુવાનોની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ પહોંચી છે. ૧ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ૨ યુવાનોની શોધખોળ ચાલુ છે. આ યુવાનો ખેતરમાં ચરવા મુકેલ ભેંસને જોવા જતા હતા તે વેળાએ બનાવ બન્યો હતો.

રાણાવાવના મોકર ગામે રહેતા અરજન રામા કોડીયાતર (ઉ.૩૦), બાવન પુંજા ગોસિયા (ઉ.૨૩), પુંજા ભાયા કોડિયાતર (ઉ.૨૦) અને કિશોર ભાયા કોડીયાતર નામના યુવાનોએ મોકર રણની સામે ખેતરમાં થોડા દિવસ પહેલા ભેંસ ચરવા મુકી હતી. ભારે વરસાદ અને ઉપરવાસથી પાણીનો પ્રવાહ આવ્યો હતો. શનિવારે બપોરે આ ચારેય યુવાનોમાંથી કિશોર ભાયા ભેંસને જોવા માટે મોકર રણમાંથી પસાર થયો હતો અને પાણીના વહેણમાં ફસાયો હતો. તેને ફસાયેલો જોઈને અરજન તેને બચાવવા પાણીમાં પડયો હતો અને પાણીના વહેણમાં તણાયો હતો, આ જોઈને બાવન પુંજા અને પુંજા ભાયા પણ અરજનને બચાવવા પાણીમાં પડયા હતા અને વહેતમાં તણાયા હતા. જ્યારે કિશોર ભાયા નામનો યુવાન ધીરે ધીરે ૧ કિમી. જેટલે અંતર કાપી કાઠે આવી બચી ગયો હતો જ્યારે ૩ યુવાન પાણીના વહેણમાં તણાયા હોય જેથી તંત્રને જાણ કરતા એનડીઆરએફની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી તેમજ રાણાવાવ મામલતદાર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રવિવારે અરજનનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે અન્ય ૨ યુવાનોની શોધખોળ ચાલુ છે. આ યુવાનો અપરણિત છે જ્યારે મૃતક અરજન પરણિત હતો અને સંતાનમાં ૨ દીકરી અને ૧ દિકરો હોવાનુ જાણવા મળે છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનુ મોજું ફરી વળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here