રાણાવાવ : ધ્રુબકાનેશ ગામે બનાવવા બાબતે બે જુથ વચ્ચે ધીંગાણુ, ૧૦ ને ઈજા

0
15
Share
Share

પોરબંદર, તા.૨૫

રાણાવાવ તાલુકાના ધ્રુબકાનેશમાં વાડો બનાવવાના પ્રશ્ને રબારીના બે જુથ્થ વચ્ચે કુહાડી અને લાકડીથી સામસામે ધિંગાણુ ખેલાતા એક મહિલા સહિત દસ ઘવાયા છે. પોલીસે બે મહિલા સહિત ૧૯ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રુબકાનેશમાં રહેતા રાણા આવડા રબારીએ તેના જ ગામના ખીમા સેજા કોડીયાતર, રમેશ લાખા કોડીયાતર, રાણા માંડા કોડીયાતર, કાના માંડા કોડીયારત, બાલુ સેજા કોડીયાતર, સામત બાઘા કોડીયારત, પુરીબેન સામત કોડીયાતર, ભોજા જેસા કોડીયાતર, જીવા જેસા કોડીયાતર, આવડા બાઘા કોડીયાતર, જેસા પાંચા કોડીયાતર અને બાઘા પાંચા કોડીયાતર સામે સરકારી ખરાબાની જમીનમાં વાડો બનાવવાના પ્રશ્ને બોલાચાલી થતા કુહાડી અને લાકડીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે ભોજા જેસા કોડીયાતરે તેના જ ગામના આવડા સાંગા રબારી, દેવા આવડા, રાણા આવડા, ભાવેશ આવડા, મેરા સાંગા, પરબત મેરા અને ડાહીબેન આવડાએ કુહાડી અને લાકડીથી હુમલો કર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. ખૂની હુમલામાં ડાહીબેન આવડા, મેરામણ આવડા, દેવા આવડા, વીરા આવડા, આવડા હાજા અને પરબત મેરા જ્યારે સામાપક્ષે ભોજા, જેસા, જીવો જેસા, સામત બધા અને ખીમા જેસા ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here