રાણાવાવ : જાહેરનામા પહેલા ફટાકડા ફોડતો યુવક પકડાયો

0
14
Share
Share

પોરબંદર તા. ૧૩

જાહેરમાં ફટાકડા ફોડવા માટે રાત્રે ૮ થી ૧૦ નો સમય નિયત કરવામાં આવ્યો છે અને તે મુજબનું જાહેરનામું પોરબંદરના જીલ્લા કલેકટરે બહાર પાડયુ છે ત્યારે પોરબંદરના રાણાવાવ ગામે આ જાહેરનામા કરતા વહેલા ફટાકડા ફોડતા યુવાનને પોલીસે પકડી લીધો હતો અને રાજયમાં કદાચ પ્રથમ વખત આ પ્રકારનો ગુન્હો નોંધાયો હોય તેવું ચર્ચાઇ રહયુ છે.

રાણાવાવ પોલીસના હેડ કોન્સ્ટેબલ પટેલે એવા પ્રકારનો ગુન્હો નોધ્યો છે કે તેઓ દિવાળીના તહેવાર અનુસંધાને રાણાવાવ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા એ દરમિયાન આશોપાલવ સોસાયટી પાસે જાહેર રોડ ઉપર સાંજે ૭ઃર૦ મીનીટે એક વ્યકિત ફટાકડા ફોડતો દેખાયો હતો આથી તેની પુછપરછ કરતા તે આશોપાલવ સોસાયટીનો ભનુ રાજશી કેશવાલા ઉ.વ. ૩પ હોવાનું બહાર આવ્યુ હતુ આથી પોલીસે તેને નિર્ધારીત સમય કરતા વહેલા ફટાકડા ફોડવા બાબતે કોઇ સક્ષમ અધિકારીની પરમીશન મેળવી છે કે કેમ ? તેવુ પુછતા એ યુવાને કોઇની પરમીશન મેળવી નહી હોવાનું જણાવ્યુ હતુ આથી પોલીસે તેની સામે જાહેરનામા કરતા વહેલો ફટાકડા ફોડતો હોવાનો ગુન્હો નોંધ્યો છે. આ પ્રકારની પોલીસ ફરીયાદ કદાચ રાજયમાં સૌ પ્રથમ વખત નોંધાઇ હોય તેવું ચર્ચાઇ રહયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here