રાણાવાવઃ વન વિભાગનાં ગેસ્ટ હાઉસમાં શ્રમિક પરિણીતા પર બીટગાર્ડે અવારનવાર આચર્યું દુષ્કર્મ

0
12
Share
Share

પોરબંદર, તા.૧૨

રાણાવાવનું વનવિભાગ બરડા ડુંગરના ત્રિપલ મર્ડર બાદ વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે જેમાં ફોરેસ્ટના બીટગાર્ડ તરીકે કામ કરતા શખ્સે ત્યાં જ મજુરી કામ કરતી એક મહીલાને વનવિભાગના જ ગેસ્ટહાઉસમાં લઇ જઇને ૩-૩ વખત દુષ્કર્મ ગુજારી તેના વિડીયો અને ફોટો શુટીંગ કરીને ‘કોઇને કહીશ તો તારા પતિ અને બાળકોને પતાવી દઇશ’ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રાણાવાવ વનવિભાગ હેઠળની એક બીટમાં મજુરી કામ કરતી મહીલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, રાણાકંડોરણા ગામે રહેતો અને તેમની જ બીટમાં સાથે કામ કરતો સાગર આહીર નામનો શખ્સ આ મહીલાની એકલતાનો લાભ લઇ ને છેલ્લા ૩ મહીના દરમિયાન વનવિભાગના જ ગેસ્ટહાઉસમાં બળજબરીથી લઇ જઇને ૩ વખત દુષ્કર્મ ગુજાર્યો છે અને એટલું જ નહીં પરંતુ તેના વિડીયો ઉતારવાની સાથોસાથ ફોટા પણ પાડયા હતા અને આ બાબત અંગે કોઇને જાણ કરશે તો પતિ અને બાળકોને મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આથી અંતે તેને અન્ય મહીલાઓએ સાંત્વના આપીને ફરિયાદ નોંધાવવાની હીંમત આપતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સાગર આહીર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાણાવાવ વનવિભાગમાં ત્રિપલ મર્ડરનો બરડા ડુંગરનો કિસ્સો બહુચર્ચિત બન્યો છે ત્યારે રાણાવાવ વનવિભાગમાં વધુ એક કિસ્સો ચર્ચાનો કેન્દ્રબિન્દુ બન્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here