રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

0
21
Share
Share

બોટાદ,તા.૧૨

આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી દરમિયાન તહેવાર સાવચેતી પુર્વક રીતે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવાય તે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાણપુર પી.એસ.આઈ.એન.સી.સગરની આગેવાનીમાં આ શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં પી.એસ.આઈ.એન.સી.સગર દ્વારા હાજર તમામ આગેવાનોને જણાવ્યુ હતુ કે

આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણના દિવસે કોઈપણ લોકોએ પોતાના ઘરે બહાર ગામથી મહેમાન તેમજ રાણપુર શહેરમાં કોઈએ પોતાના સગા-સંબધી તેમજ મિત્રોને ઘરે કે અગાશી ઉપર બોલાવવા નહી કોઈએ અગાશી ઉપર ડી.જે.વગાડવા નહી અગાશી પર વધારે લોકોએ ભેગા થવુ નહી તેવુ જણાવ્યુ હતુ અને જો કોઈ આવુ કરશે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ શાંતિ સમિતિની મીટીંગમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ સહીત રાણપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here