રાણપુરમાં ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
21
Share
Share

કંપની દ્વારા ૨૫૦૦ થી વધુ વૃક્ષો વાવી  વિસ્તારને હરીયાળુ બનાવવાનો  સંકલ્પ છેઃ એમ.ડી

રાણપુર,તા.૨૨

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ ટેક્ષસ્પીન બેરીંગ કંપની ઈ.સ.૧૯૬૧ માં પ્રસ્થાપિત થયેલ હાલ આ કંપની હજારો લોકોને રોજગારી પુરી પાડે છે.ત્યારે આજરોજ ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપની દ્રારા રાણપુર શહેરના વિકાસપથ રોડ પર બ્યુટીફીકેશન કરી રોડની બંને બાજુ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ટેક્ષસ્પીન બેરીંગ્સ કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા,મેનેજીંગ ડિરેક્ટર દિપેનભાઈ મકવાણા તથા ડિરેક્ટર વિશાલભાઈ મકવાણાની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાણપુરના મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ,તાલુકા વિકાસ અધિકારી રોનકભાઈ પટેલ,પી.એસ.આઈ-એન. સી. સગર, રાણપુર આર. એન. બી. ના.ગૌતમભાઈ બોરીચા,સરપંચ મનહરભાઈ પંચાળા સહીત અધિકારી તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.ટેક્ષસ્પી બેરીંગ્સ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર એ જણાવ્યુ હતુ કે રાણપુર શહેરના મુખ્ય રસ્તા જેવા કે લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તથા પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધીના રસ્તાની બ્યુટીફીકેશનની કામગીરી તથા તેની જાળવણી અને મેઈન્ટેનેન્સ કંપનીના ખર્ચે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here