રાણપુરમાં અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલા બાકઇ ચાલકનું મોત

0
22
Share
Share

રાણપુર, તા.૧૧

બોટાદ જીલ્લાના રાણપુરમાં મિલેટ્રી રોડ પર ખોખરનેશ ગામના પાટીયા પાસે મોટરસાઈકલ ચાલક ને કોઈ અજાણ્યો વાહન ચાલકે ટક્કર મારતા મોટરસાઈકલ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતુ.

રાણપુર બોટાદ મિલેટ્રી હાઈવે પર આજે સવારે વિનુભાઈ નાગરભાઈ ઝરમરીયા ઉંમર-૫૨ ગામ-વેજલકા રહે.બોટાદ પોતાનુ મોટરસાઈકલ લઈને બોટાદ થી વેજલકા પોતાની વાડીએ આવી રહ્યા હતા. ત્યારે રાણપુરમાં મિલેટ્રી રોડ પર ખોખરનેશ ગામના પાટીયા પાસે સવારે ૮ વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા વાહન ચાલકે વિનુભાઈ ઝરમરીયાના મોટરસાઈકલને હડફેટે લેતા  વિનુભાઈ નાગરભાઈ ઝરમરીયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. મૃતક વિનુભાઈ નાગરભાઈ ઝરમરીયાને પી.એમ.માટે ૧૦૮ એમબ્યુલંન્સ મારફતે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here