રાણપુરઃ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા પોલીસની કડક કાર્યવાહી

0
16
Share
Share

રાણપુર, તા. ૨૫

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જેનું સંક્રમણ અટકાવવા, સરકારના નિયમનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ સુચના આપેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિકારી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુરના પીએસઆઈ એન.સી. સગર તથા રાણપુર પોલીસ સ્ટાફે તા.૧૬/૬થી તા.૨૨/૬ સુધીમાં જાહેરમાં માસ્ક નહીં પહેરી નિયમનો ભંગ કરનાર ૫૨૦ લોકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરી રુ.૧,૦૪,૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ હંમેશા પોતાનું મોં અને નાક ઢંકાય જાય તે રીતે માસ્ક પહેરી રાખો અને જાહેરમાં ગમે ત્યાં થુંકીને નિયમનો ભંગ કરવો નહીં અને નિયમનો ભંગ કરનારની વિરુધ્ધ સરકારના આદેશ અનુસાર ધોરણસરની કડક કાર્યવાહી કરાશે તેવી તાકીદ પણ કરાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here