રાજ કુંદ્રા રામલીલામાં રણવીરે કરેલો ડાન્સ કરતો જોવા મળ્યા

0
16
Share
Share

શિલ્પા શેટ્ટીનો પતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હિલેરિયસ પોસ્ટથી ફેન્સને મનોરંજન પણ પૂરું  પાડે છે

મુંબઈ,તા.૧૨

શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે અને હિલેરિયસ પોસ્ટથી તેના ફેન્સને મનોરંજન પણ પૂરુ પાડતો રહે છે. હાલમાં રાજે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને રણવીર સિંહની બોડી પર પોતાનો ચહેરો ચીપકાવી દીધો છે. ફિલ્મ ’ગોલીયો કિ રાસલીલા રામ-લીલા’ના સોન્ગ તત્તડ તત્તડમાંથી રણવીરનો વીડિયો લીધો છે, જેમાં તેની સખત બોડી જોવા મળી રહી છે. રાજે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ સાથે શેર કર્યો છે. જેની સાથે તેણે પોતાના એબ્સ અને ટોન્ડ બોડી હોવાની મજાક પણ કરી છે. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, મારા એબ્સ સારી રીતે બહાર આવી રહ્યા છે. રણવીર સિંહ શું કહેવું છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, ઓહ. હું આવવા એબ્સ વિશે વાત નહોતી કરતી. તો એક્ટ્રેસ નિલમ કોઠારીએ લખ્યું છે કે, આ કૂલ છે. રાજ કુંદ્રા ફન લવિંગ વ્યક્તિ છે. કરવા ચોથ પર પણ તેણે મજેદાર મીમ શેર કર્યું હતું. તેણે આ મીમ શિલ્પા શેટ્ટીના ગયા વર્ષના કરવા ચોથના વ્રતની તસવીર પરથી બનાવ્યું હતું. રાજે શેર કરેલા મીમમાં શિલ્પા શેટ્ટી લાલ સાડીમાં સોળે-શણગાર સજેલી જોવા મળી રહી. તે કરવા ચોથની રસમ પ્રમાણે હાથમાં થાળી લઈને પતિનો ચહેરો જોઈ રહી છે. આ તસવીરને મીમનો ટિ્‌વસ્ટ આપીને રાજે દર્શાવ્યું હતું કે, કરવા ચોથ પર આખો દિવસ કંઈ ખાધા-પીધા વગર વ્રત કરનારી પત્નીઓને પતિના ચહેરામાં શું નજર આવે છે. મીમની બીજી તસવીરમાં રાજે એડિટિંગ કરીને પોતાના ચહેરા પર વડાપાંઉનો ફોટો લગાવી દીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here