રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની અટકાયત અને નજર કેદ કરવાનો સીલસીલો યથાવત

0
21
Share
Share

સુરેન્દ્રનગર,તા.૨૧

દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતનાં ખેડૂતો સમર્થન માટે તૈયાર છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અટકાયતો તથા નજર કેદ કરવાનો સીલસીલો પણ યથાવત હોવાથી ખેડીતો સમર્થન માટે પહોચી નથી શકતા. તેવામાં રાજકોટ ખાતે ૨૨ જાન્યુઆરીનાં રોજ થવા જનાર ખેડૂતોનું મહાસંમેલન જેમા ગુજરાતનાં ખેડૂતોને જગાડવાનો હાકલ કરતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ સંમેલનનું આયોજન કરાયુ હતુ.

સુરેન્દ્‌નનગર જીલ્લામાંથી અનેક ખેડૂતો આ સંમેલનમા જોડાવાના હતા પરંતુ આ પહેલા મુળી તાલુકામાંથી ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડાને નજર કેદ કરી સરકાર દ્વારા સંમેલનમા ખેડૂતોને જતા અટકાવ્યા હતા. સ્થાનિક પોલીસે આગેવાનોને નજર કેદ કરતા ખેડૂત આગેવાન રામકુભાઇ કરપડા દ્વારા રાજ્ય સરકારની નીતિનો વિરોધ્ધ કયોઁ હતો અને પોલીસને આગળ કરી આ સરકાર ખેડૂતોનાં અવાજને દબાવવાનો પ્રયાસ કરી હિટલરશાહી કરતા પણ બદતર સરકાર હોવાનુ જણાવ્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here