રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં વધુ ૩૨ જાતિઓનો કર્યો સમાવેશ

0
20
Share
Share

ગાંધીનગર,તા.૧૩
બિન અનામત વર્ગમાં વધુ ૩૨ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં બિન અનામત જાતિઓમાં હિંદુ ધર્મની ૨૦ જાતિઓ અને મુસ્લિમ ધર્મની ૧૨ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ ઘણી રજૂઆતોના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિન અનામત વર્ગની જાતિઓમાં સમાવેશ કરવામાં આવતા હવે આ જાતિઓના લોકોને હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.
આ ઉપરાંત સરકાર દ્વારા બીજી સવલત પણ આપવામાં આવી છે. જે મુજબ જેમનું જૂનું ક્રિમિલેયર હશે તે માત્ર બાંહેધરી પત્રથી રિન્યુ ગણાશે. તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બિન ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર મેળવવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ચ ૧૯ સુધીમાં ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર મેળવ્યું હોય પણ કોરોનાના કારણે તેની તારીખ પૂરી થઈ ગઈ હોય અને રિન્યુ ન થયો હોય તો પણ તેની મુદ્દત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકોએ ૨૭ ટકા અનામતનો લાભ લેવા સહિતના લાભો માટે જાતિના પ્રમાણપત્ર ઉપરાંત બિન ઉન્નત વર્ગનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. જોકે, કોરોનાના કારણે નવેસરથી પ્રમાણપત્ર ન લીધું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેની મુદ્દત વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી કરવામાં આવી છે.
કઈ કઈ જ્ઞાતિને બિન અનામત વર્ગમાં કરાયો સમાવેશ?
હિંદુ વાલમ બ્રાહ્મણ
ખંડેલવાલ
મોઢવણિક
મોઢ વાણિયા
ખેડાવાળ બ્રાહ્મણ
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
પુરબીયા રાજપુત ક્ષત્રિય
હિંદુ આરેઠિયા
વાવિયા
હિંદુ મહેતા
મોરબીયા
જોબનપુત્રા
પુરોહિત, રાજપુરોહિત
મારુ રાજપુત
અમદાવાદ રાવત (રાજપુત)
કુરેશી મુસ્લિમ
સુન્ની મુસલમાન વ્હોરા પટેલ
સુન્ની મુસલમાન
ખેડવાયા મુસલિમ
મુસ્લિમ ખત્રી
બુખારી
મોમીન સુથાર
મોમીન
સુથાર મુમન
મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
મુસ્લિમ વેપારી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here