રાજ્યસભા સાંસદ ભારદ્ધાજની તબિયત સુધારા પરઃ ઓક્સિજન લેવલમાં સુધારો

0
15
Share
Share

રાજકોટ,તા.૧૬

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કાલથી ફેફસામાં વ્યાપક તકલીફ થતાં અમદાવાદથી ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી હતી. ત્યારે આજે અભય ભારદ્વાજનાં ઓક્સિજન લેવલમાં સુધારો આવ્યો છે. અભય ભારદ્વાજનાં ભાઈ નીતિન ભારદ્વાજે જણાવ્યું છે કે હાલમાં ઓક્સિજન લેવલમાં થોડો સુધારો છે. સુરતના ડોક્ટર ડો. સમીર ગામીએ ઈઝ્રર્સ્ં સિસ્ટમથી સારવાર શરૂ કરી છે. ૮ દિવસ સુધી ફેફસાની સારવાર કરવામાં આવશે. ગઈકાલે મોડી રાતે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘણી પણ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.

ફેફસામાં ગઠ્ઠા જામી જતા ઓક્સિજન પહોંચતું નથી તેથી વેન્ટિલેટર પર છે તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપી દીધી છે, છતાં સુધારો ન આવતા તેમજ ફેફસામાં કાણા પડી ગયાનું તબીબોએ જણાવ્યું હતું. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મો સિસ્ટમથી સારવાર શરૂ કરવાની જણાવ્યું હતું. જેથી મોડી રાતે ફેફસાનાં નિષ્ણાંત ડો. સમીર ગામી ચાર્ટડ પ્લેનથી રાજકોટ આવ્યાં બાદ ઈઝ્રર્સ્ં સિસ્ટમથી સારવાર શરૂ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here