રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ૧૪ સમ્ટેમ્બરથી શરુ થયેલા આ સત્રમાં રાજ્યસભામાંથી અનેક બિલ પાસ કરવામાં આવ્યા છે, જેમા હાલમાં જ લાગુ કેટલાક અધ્યાદેશોની જગ્યા લેવા માટે લાવવામાં આવેલા વિધેયક પણ સામેલ છે.

પહેલાથી નક્કી કરેલા સમય અનુસાર ચોમાસું સત્ર ૧ ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. પરંતુ રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.

સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ સત્રને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરતા પહેલા પોતાના પારંપારિક સંબોધનમાં કહ્યું કે, આ સત્ર કેટલાક મામલામાં ઐતિહાસિક રહ્યું કારણ કે સત્ર દરમિયાન ઉચ્ચ સદનના સભ્યોને બેસવાની નવી વ્યવ્થા હેઠળ પાંચ અન્ય સ્થાનો પર બેસાડવામાં આવ્યા. આવું ઉચ્ચ સદનના ઈતિહાસમાં અગાઉ ક્યારેય નથી થયું. તે સિવાય સદનમાં સતત દસ દિવસ સુધી કામ કરવામાં આવ્યું. શનિવાર અને રવિવારે સદનમાં કોઈ રજા નહોતી.

સંસદમાં હાલમાંજ પાસ કરવામાં આવેલા કૃષિ સંબંધિત બિલને લઈને વિપક્ષી દળોના સાંસદોએ આજે સંસદ ભવન પરિસરમાં મૌન વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદ પોતાના હાથમાં પ્લેકાર્ડમાં ખેડૂતોને બચાવો, મજૂરોને બચાવો, લોકતંત્રને બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિરોધ કરી રહેલા સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ પકડ્યા હતા, જેના પર ’ખેડુતોને બચાવો, કામદારોને બચાવો, લોકશાહી બચાવો’ જેવા સૂત્રો લખવામાં આવ્યાં હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here