રાજ્યમાં કોરોનાનો પ્રકોપ યથાવત વધુ ૬૨૦ કેસ : કુલ કેસ ૩૨૬૪૩

0
19
Share
Share

કોરોનાના સંક્રમિતનો આંકડો ૩૨૬૪૩ અને મૃત્યુઆંક ૧૮૪૮ : અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે

અમદાવાદ,તા.૩૦

સુરતે અમદાવાદનાં પોઝીટીવ કેસનો રેકોર્ડ તેડયો, અમદાવાદ ૧૮૨, સુરત ૧૯૯, વડોદરા ૫૨, જામનગર ૧૫, ગાંધીનગર ૧૬, રાજકોટ ૭, ભાવનગર ૮, જુનાગઢ ૮ સહિત ૩૧ જીલ્લામાં નવા દર્દી મળી આવ્યા

વૈશ્વિક મહામારી કોરોનાને ડામવા અનેક પ્રયાસો થતા કોરોના બેકાબુ બન્યો છે અનલોક-૧ માં આપેલી છુટથી સંક્રમણ વધતા લોકલ ટ્રાન્સમિશનથી કેસનો દર દિવસેને દિવસે ઉંચો જઈ રહયો છે છેલ્લા ૧ માસમાં વધતા જતા કેસથી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. જ્યારે પ્રજા જાગૃત નહી બને તો ડબલીંગ રેટથી કોઈ રોકી નહી શકે તેવુ નિષ્ણાંતો જણાવી રહયાં છે.

રાજ્યમાં કોરોનાએ ધીરે-ધીરે ગતિ પકડી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૨૦ કેસ નોંધાયા છે કુલ કેસનો આંકડો ૩૨૬૪૩ પર પહોચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૨ દદર્ીઓ કોરોના સામે જંગ જીત્યા છે આજે ૨૦ દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક ૧૮૪૮ પર નોંધાયો છે. હાલ ૬૯૨૮ દર્દી ઓની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે ૭૧ દર્દી ઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ૩.૭૩ લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં વધતા જતા કેસોથી રાજ્યનુ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે અને આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોનાનો તાગ મેળવવા માટે સુરતમાં બે વખત મુલાકાત લીધી છે અને સુરતે આજે કેસની સંખ્યામાં અમદાવાદની સાઈટ કાપી છે ત્યારે અમદાવાદમાં આજે નવા ૧૮૨ કેસ સામે કુલ ૨૦૭૧૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે ૧૫૮૩૧ દર્દી ઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ ૧૪૩૨ દર્દી ઓના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્રના ૭ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા દર્દી ઓ મળી આવ્યા છે વધતા જતા કેસથી શહેરોથી લઈ ગામડાઓ સુધી કોરોનાનો ચેપ પ્રસરતા લોકોમાં ચિંતા દેખાય રહી છે જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ સહિતના જીલ્લાઓમાં નવા કેસ નોંધાયા છે. રાજ્યના ૩૧ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૨૦ દર્દી મળી આવ્યા છે જેમાં અમદાવાદમાં ૧૮૨, સુરતમાં ૧૯૯, વડોદરામાં ૫૨, વલસાડમાં ૨૦, જામનગરમાં ૧૫, આણંદમાં ૧૪, ગાંધીનગરમાં ૧૬, પાટણમાં ૧૧, કચ્છમાં ૯, ભરૂચમાં ૮, મહેસાણામાં ૭, જુનાગઢ ૮, ખેડામાં ૬, ભાવનગરમાં ૮, રાજકોટમાં ૭, અરવલ્લીમાં ૫, પંચમહાલમાં ૫, સાબરકાંઠામાં ૪, બોટાદમાં ૪, સુરેન્દ્રનગરમાં, ગીરસોમનાથ ૩, પોરબંદરમાં ૩, અમરેલીમાં ૩, મહીસાગર, નવસારી અને મોરબીમાં ૨-૨ જ્યારે નર્મદા, દેવભૂમિમાં ૧-૧ નવા કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં ૭  ધોરાજીમાં ૫ નવા કેસ

કોરોનાને કાબુમાં લેવા કરવામાં આવેલા લોકડાઉન બાદ અનલોક-૧ માં આપવામાં આવેલી છુટછાટથી સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લામાં કોરોનાનો ચેપ વઘ્યો છે જેમાં રોજબરોજ કેસ વધી રહયા છે જેમાં રાજકોટ શહેરમાં ૭ અને ધોરાજીમાં ૫ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ છે જેમાં મવડી મેઈન રોડ પર જયસુખભાઈ સાંગાણી, માયાણી ચોકમાં હસીલાબેન સખપરીયા, અમીન માર્ગ પર નલીનીબેન ડઢાણીયા, નહેરૂનગરમાં રોશનબેન મીર, દૂધસાગર રોડ પર રતનબેન દવે, રૈયા રોડ પર હસમુખ માણેક અને કોઠારીયા રોડ પર જયાબેન સખપરીયાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જ્યારે ધોરાજી શહેરના ખરાવાડ, સુધરાઈ કોલોની, નવા બસ સ્ટેશન, ગોકુલ પાન અને બહારપુરા વણકરવાસમાં આજે ૫ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ છે.

 જૂનાગઢમાં વધુ ૮ કેસ

જૂનાગઢ શહેરના ૬, વિસાવદરના લીમધ્રા ગામના ૨ મળી જિલ્લાના કુલ ૮  લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે,  જેમાં ૬૭ વર્ષિય પુરુષ (વૃન્દાવન સોસાયટી મધુરમ), ૫૦ વર્ષિય પુરુષ (બી ૨૦૪, શ્યામ એપાટર્મેન્ટ અશ્વિનીનગર જોષીપરા), ૨૯ વર્ષિય મહિલા શ્રીનાથનગર, ૬૦ વર્ષિય મહિલા (સુભાષનગર જોષીપરા) ૬૨ વર્ષિય પુરુષ (નીલ માધવ એપાટર્મેન્ટ ૫૦૨ જોષીપરા) તથા ૨૧ વર્ષિય યુવતીનો સમાવેશ થાય છે, જેમાં યુવતીને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.  જુનાગઢમાં ૯૧ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂકયા છે, જેમાંથી ૫૩ ને સારવાર બાદ રજા આપવામાં આવી છે,

પોરબંદરમાં વધુ ૩ યુવાનોના કોરોના પોઝીટીવ

પોરબંદરમાં  વધુ ૩ યુવાનોના કોરોના પોઝીટીવ આવી ગયા છે

પોરબંદરના જયુબેલીના ચામુંડા પાર્કમાં રહેતો યુવાન દુબઇથી અવ્યો હતો જે કોરોન્ટાઈન દરમિયાન તેને લક્ષણ દેખાતા તેનો રિપોર્ટ કરતાં પોઝીટીવ આવ્યો છે. સુરતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતો આ ૪૪ વર્ષીય યુવાન રાણાવાવમાં લગ્ન પ્રસંગે તેના ભાઇને ત્યાં આવ્યો હતો  તેમજ મહારાષ્ટ્ર્રથી આવેલ કોસ્ટગાર્ડ કર્મચારી ર૭ વર્ષના આ યુવાનનો રીપોટર્ પોઝીટીવ જાહેર થયો છે.

રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૬૦૦ને વટાવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૫૯૨૪ ટેસ્ટ કરવામાં આવતા ૬૨૦ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો ૩૨૬૪૩ પર પહોંચ્યો છે. જ્યારે વધુ ૨૦ લોકોના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૮૪૮ થયો છે. રાજ્યમાં આજે ૪૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૬૭૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે ૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યના આઠ કોર્પોરેશન અને ૨૮ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજ્યમાં પ્રથમવાર સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો અમદાવાદ કરતા વધી જતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની ફરી મુલાકાતે દોડી ગયા હતા. સુરતના અગ્રણી ડાક્ટરો અને અધિકારી સાથે બેઠક કરી હતી. તેમના મત મુજબ હીરા ઉદ્યોગ ફેક્ટરીમાં એસીના કારણે તેમજ કારીગરો નજીક વધુ બેઠા હોવાથી સંક્રમણ વધ્યુ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૯, સુરત કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૨, જુનાગઢ કોર્પોરેશનમાં ૧, પાટણમાં ૧ અને નવસારીમાં ૧ સાથે કુલ ૨૦ લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કદાચ પ્રથમવાર બે માસમાં કોવિડ-૧૯ના કેસ ૨૦૦થી ઓછો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૧૮૨ અને ગ્રામ્યમાં ૧૫ સાથે ૨૪ કલાકમાં ૧૯૭ થયો છે. આ સાથે અમદાવાદનો કુલ સંક્રમિતનો આંકડો ૨૦૯૧૩ થયો છે. આજે વધુ ૯ મોત કોરોનાને લીધે ૧૪૪૧ કુલ મૃત્યુઆંક થયો છે. જ્યારે સુરત શહેરમાં અમદાવાદથી વધુ કેસ નોંધાયો છે. ૧૯૯ કેસ ૨૪ કલાકમાં નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમીતનો કુલ આંકડો ૪૮૨૯ થયો છે. આજે સુરતમાં વધુ ૪ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૫૮ થયો છે. વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ૫૦થી વધુ કેસો નોંધાયા છે. આજે ૫૨ કેસ કોરોનાના નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૨૬૭ થયો છે. આજે વડોદરામાં વધુ ૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૪૯ થયો છે.

ભાવનગરમાં ૭, અમરેલીમાં ૩ અને રાજકોટમાં ૫ કોરોના કેસ નોંધાતા ફફડાટ

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ભાવનગરમાં ૭, અમરેલીમાં ૩ અને રાજકોટમાં વધુ ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. આમ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૭૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી ૯ લોકોના મોત નિપજ્યા છે. એક તરફ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે જે લોકો ક્યાંય ગયા નથી તેમને ચેપ લાગી રહ્યા છે. તેથી દરેકમાં ટ્રાવેલ હિસ્ટ્રી લેવા કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.

કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.૪૬૯૦માં રહેતાં ગીતાબેન ભરત ભાઈ ઇટાલીયા (ઉં.વ.૪૨) , કાળીયાબીડ કેસરીયા હનુમાન પાસે રહેતા ભૂપતભાઈ નયનચંદ શેઠ (ઉં.વ.૫૪) અને અલ્કાબેન નયનચંદ શેઠ (ઉં.વ.૫૨) તેમજ શિહોર કંસારા બજાર અને મુંબઈથી જયેશભાઇ પ્રાણલાલ કંસારા( ઉં.વ.૪૫) અને વલ્લભીપુર રહેતા ચમનભાઈ દલવડિયા  (ઉં.વ.૭૦)નો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુંભારવાડા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નં. ૨૫માં રહેતા ઈસાભાઈ અહમદભાઈ મગરેબી (ઉં.વ.૬૭)ની તબિયત લથડતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દ નર્સિંગ છાત્રાલય સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શીતલ હિમંતસીંગ સોલંકી (ઉં.વ.૨૩)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલા અને વંડા ગામમાં ૧-૧ કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ખાંભાના રાણીંગપરા ગામમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૨૦કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૮૩

અમદાવાદ કોર્પોરેશન   ૧૮૨

વડોદરા કોર્પોરેશન     ૫૦

વલસાડ        ૨૦

સુરત   ૧૬

જામનગર કોર્પોરેશન    ૧૫

અમદાવાદ     ૧૫

આણંદ  ૧૪

ગાંધીનગર      ૧૩

પાટણ  ૧૧

કચ્છ   ૯

ભરૂચ   ૮

મહેસાણા        ૭

જુનાગઢ કોર્પોરેશન     ૬

ખેડા    ૬

ભાવનગર કોર્પોરેશન   ૫

રાજકોટ કોર્પોરેશન      ૫

અરવલ્લી       ૫

પંચમહાલ      ૫

સાબરકાંઠા      ૪

બોટાદ  ૪

સુરેન્દ્રનગર     ૪

ગાંધીનગર કોર્પોરેશન   ૩

ભાવનગર      ૩

જામનગર      ૩

ગીર-સોમનાથ  ૩

પોરબંદર       ૩

અમરેલી        ૩

વડોદરા        ૨

મહીસાગર      ૨

જુનાગઢ        ૨

નવસારી        ૨

મોરબી ૨

બનાસકાંઠા     ૧

રાજકોટ ૧

નર્મદા  ૧

દેવભૂમિ દ્ધારકા ૧

અન્ય રાજ્ય    ૧

કુલ     ૬૨૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here