રાજ્યમાં ૧૨૦ની સ્પીડથી વધુ ઝડપે વાહન નહીં ચલાવી શકાય

0
22
Share
Share

ગાંધીનગર,તા.૧૩

જે લોકો જાહેર માર્ગો પર સ્પીડ કરતા વધુ ગતિથી વાહન ચલાવે તેણે ચેતી જવાની જરૂર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી છે. વાહન વ્યવહાર વિભાગના આદેશ પ્રમાણે રાજ્યમાં ૧૨૦ની સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં. તો ટુ વ્હીલર વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આજે એક આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી છે. દરેક વાહનો માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. કોઈપણ વાહન વધુમાં વધુ ૧૨૦થી વધારેની સ્પીડ પર ચલાવી શકાશે નહીં. રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની સ્પીડ લિમિટ ૧૨૦ કિમી નક્કી કરવામાં આવી છે. તો નેશનલ હાઈવે પર ૧૦૦ અને સ્ટેટ હાઈવે પર ૮૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં ૬૫ તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ૫૦ કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ગાડી માટે સ્પીડ લિમિટ

એક્સપ્રેસ હાઇવે ૧૨૦

નેશનલ હાઇવે  ૧૦૦

સ્ટેટ હાઇવે      ૮૦

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર        ૬૫

ગ્રામ્ય વિસ્તાર રોડ      ૫૦

માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા

એક્સપ્રેસ હાઇવે ૮૦

નેશનલ હાઇવે  ૮૦

સ્ટેટ હાઇવે      ૭૦

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર        ૬૦

ગ્રામ્ય વિસ્તાર રોડ      ૪૦

દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા

નેશનલ હાઇવે  ૮૦

સ્ટેટ હાઇવે      ૭૦

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર        ૬૦

ગ્રામ્ય વિસ્તાર રોડ      ૫૦

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here