નવા કેસ ૫૮૩ સાથે કુલ ૨,૫૩૭૪૪ : ૨૪ કલાકમાં ૭૯૨ દર્દી ડીસ્ચાજર્ સાથે કુલ ૨.૪૧ લાખ લોકો સ્વસ્થ થયા
અમદાવાદ ૧૧૬, સુરત ૯૮, વડોદરા ૧૦૭, રાજકોટ ૮૪, ગાંધીનગર ૧૬, ભાવનગર ૧૧, જુનાગઢ ૧૬ અને જામનગર ૧૭ નવા કેસ નોંધાયા
રાજકોટ, તા.૧૨
રાજ્યમાં કોરોનાની રસીના આગમનને પગલે નવા કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નવા કેસની સાથે સ્વસ્થ થનારા દર્દી ઓમાં વધારો જોવા મળ્યો છે. રિકવરી રેટ ૯૫ ટકાએ પહોચ્યો છે. તેમજ મૃત્યુદર પર કાબુ મેળવવામાં આરોગ્ય તંત્રને અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના હળવો થતા લોકો જો બેદરકારી દાખવશે તો કોરોનાના ફરી બેકાબૂ બને તો આરોગ્ય તંત્રની મહેનત પર પાણી ફરી વળે તો નવાઈ નહીં તેવુ નિષ્ણાંતો કહી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં જેમાં નવા ૫૮૩ કેસ સામે સ્વચ્છ થનારા દર્દી ની સંખ્યા ૭૯૨ નોંધાઈ છે. કુલ કેસનો આંકડો ૨,૫૩૭૪૪ પહોચ્યો છે. જ્યારે ૨,૪૨૧૬૪ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વધુ ૪ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૩૫૪ નોંધાયો છે. ૫૬ દર્દી ઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૭૧૭૦ દર્દી ની સ્થિતિ સ્થિર છે.
સૌરાષ્ટ્રમાં ૧૨ જીલ્લા અને ૪ મહાનગરોમાં કોરોના મામલે રાહતના સમાચાર આવ્યા છે જેમાં ૫૦ ટકાથી વધુ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકોએ થોડી રાહતનો દમ લીધો છે. પરંતુ બેદરકારી દાખવશે તો વળી કોરોના ફૂંફાડો મારશે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં ૧૫૯ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોનાના નવા ૬૬ કેસ નોંધાયા છે. ૫૩ દર્દી ઓ સારવાર મુક્ત થયા છે. ગ્રામ્યમાં ૧૮ નવા દર્દી સામે ૨૪ દર્દી ઓ સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જીલ્લા અને ૮ મહાનગરોમાં ૫૮૩ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ ૧૧૬, સુરત ૯૮, વડોદરા ૧૦૭, રાજકોટ ૮૪, ગાંધીનગર ૧૬, જામનગર ૧૭, ભાવનગર ૧૧, જૂનાગઢ ૧૬, આણંદ ૧૬, કચ્છ ૧૨, મહેસાણા ૧૨, ખેડા ૯, મોરબી ૬, સાબરકાંઠા ૬, બનાસકાંઠા ૫, ભરૂચ ૫, ગીર સોમનાથ ૫, સુરેન્દ્રનગર ૫, દેવભૂમી દ્વારકા ૪, નર્મદા ૪, પંચમહાલ ૪, છોટાઉદેપુર ૨, દાહોદ ૨, ડાંગ ૨, પાટણ ૨, તાપી ૨, અરવલ્લી, મહીસગાર, નવસારી, પોરબંદર અને વલસાડમાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં બોટાદમાં એક પણ કેસ નોંધાયો નથી.