રાજ્યમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ

0
19
Share
Share

૨૪ કલાકમાં ૬૪ તાલુકામાં વરસાદ, ૨૧ તાલુકામાં ૧ ઇંચથી ૬.૭ ઇંચ વરસાદ

ગાંધીનગર,તા.૨૨

રાજ્યમાં વરસાદે ૪ દિવસ વિરામ લીધા બાદ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં ૪.૧ ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો છે. રવિવારે રાજ્યના ૧૬ જિલ્લાના ૬૮ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૬.૭ ઇંચ અને કચ્છના માંડવીમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. હવમાન વિભાગે આગાહી કરી છેકે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૨ જૂન અને ૨૩ જૂનના રોજ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, પાટણ, આણંદ, ખેડા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, દીવ, દાદરાનગર હવેલી અને દમણમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, નવસારી અને રાજકોટ જિલ્લાના કુલ ૨૧ તાલુકા ૧ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૬.૭, કચ્છના માંડવીમાં ૬, પોરબંદરમાં ૪.૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here