રાજ્યમાં મતદારોની પ્રાથમિક યાદી ૫ જાન્યુ.એ જાહેર કરાશે

0
19
Share
Share

બીજી ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે, ૮ જાન્યુઆરી સુધી કોઈ પણ દાવા અરજીઓ કરી શકશે

ગાંધીનગર, તા. ૨૮

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે. બન્ને પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે આજે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોને સિગ્નલ મળવા લાગ્યા છે. આજે રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત પ્રમાણે ૫ જાન્યુઆરીએ મતદારોની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવાની વાત કરી છે, જ્યારે ૨ ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ૮ જાન્યુઆરી સુધી કોઈ પણ દાવા અરજી કરી શકશે.

ચૂંટણી આયોગની જાહેરાત પ્રમાણે ૧ જાન્યુ. ૨૦૨૧ની સ્થિતિએ પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે, જેથી કોઈને વાંધા વચકા હોય તો ૧૮ જાન્યુઆરી સુધી દાવા અરજી કરી શકે છે. ૫ જાન્યુઆરીએ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાશે. ત્યારબાદ ૨ ફેબ્રુઆરીએ ફોટો વાળી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ૧-૧-૨૦૨૧ની સ્થિતિ મુજબની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ ૧૮-૧ સુધીમાં દાવા અરજીઓ રજુ કરવાની રહેશે.

નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યની ૫ મહાનગરપાલિકા અને ૭ નગરપાલિકાઓમાં હદ વિસ્તારમાં સુધારા સાથેનું નવું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશ જાહેર કરવામાં આવ્યા છે. તે જોતા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ વિધાનસભાની સીટવાઇઝ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. તેને બેઈઝ બનાવીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા મુસદ્દા રૂપ પ્રમાણે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે અને ત્યારબાદ મતદાર યાદીમાં નામ સરનામામાં ફેરફાર, નવેસરથી નામ ઉમેરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે મનપા તથા નગરપાલિકાના સીમાંકનમાં સુધારા થયા છે. તેની યાદી નીચે પ્રમાણે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here