
જૂનાગઢ,તા.૨૬
રાજ્યમાં ગત મોડી રાતથી લઈને આજે સવાર સુધીમાં બે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. ગત રાત્રે માણાવદર તાલુકામાં થયેલા અકસ્માતમાં બાઇક ચાલક માતા-પુત્રના મોત થયા છે તો આજે સવારે લિંબડીમાં ઘટેલી હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીની નજર સામે જ પતિનું કચડાઈ જવાથી મોત નીપજ્યું છે. આમ શનિવારે રાજ્યમાં બે કરૂણાંતિકાઓ સામે આવી રહી છે. ગત મોડી રાત્રે માણાવદર તાલુકાના ગળવાવ પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર માતા પુત્ર ના કમકમાટી ભર્યા મોત થયા હતા.
તેમજ બાઇક અજાણ્યા વાહન સાથે ઢસડાતા સળગી ઉઠયુ હતુ બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે નો બનાવ હોય વાહનોની અવરજવર ઓછી હતી અને અંધારાનો લાભ લઈ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.થોડા સમય પછી અમુક વાહન ચાલકો નુ ધ્યાન જતા તેમણે ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ સ્થળ પર પહોંચી હતી અને બન્ને ને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા બનાવ સ્થળે પોલીસ પહોચી બાઈક ના નંબર જીજે ૧૧ ૩૨૪૯ પરથી બાઈક સવારની શોધખોળ હાથ ધરતા બાઈક સવાર બન્ને માણાવદરનાં માતા પુત્ર હોવાનુ અને વાદી પરીવારનાં હોવાનું જાણવા મળતા તેમના પરિવાર જનોને જાણ કરવામાં આવી હતી.
પરિવાર ના સભ્યો એ જણાવ્યું હતુ કે બાજુના કતકપરા ગામેથી એક સામાજીક કામ પતાવી મા દીકરો ઘરે આવતા આ બનાવ બનવા પામ્યો છે. લીંબડીમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ દોડતા ડમ્પરે બાઈકને અડફેટે લીધું છે. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતીની જોડી ખંડિત થઇ છે. જેમાં પત્નીની નજર સામે પતિનું કચાડાઈ જવાથી કમકમાટી ભર્યું મોત થતા હાહાકાર મચી ગયો છે. બેફામ ગતિ દોડતું ડમ્પર અકસ્માત સર્જી નાશી છૂટ્યું. છે.