રાજ્યમાં પાંચ વર્ષમાં ૩૦ હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત

0
24
Share
Share

ગાંધીનગર,તા.૧૫
ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું ચોમાસું સત્ર દરમિયાન રાજ્યમાં વધી રહેલા અકસ્માતના આંકડાઓની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે અકસ્માતને લગતી કેટલીક ચોંકાવનારી વિગત આપી છે. જેમાં માત્ર પાંચ વર્ષમાં ૩૦ હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્નોના જવાબ આપતા આ માહિતીને લેખિતમાં રજૂ કરી હતી. ભગા બારડ જૂનાગઢ પાસે આવેલા તલાલાના ઘારાસભ્ય છે. આ આંકડાકીય માહિતી પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે, ગુજરાત રાજ્યમાં રોજ ૧૬થી પણ વધારે વ્યક્તિઓ વાહન અકસ્માતથી જીવ ગુમાવે છે. એટલે કે દર દોઢ કલાકે એક વ્યક્તિનું મોત અકસ્માત થવાના કારણે થાય છે. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરતા એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે, કોરોના કરતા માર્ગ અકસ્માતથી થતા મોતનું પ્રમાણ વધારે છે.
બે વર્ષ પહેલા ૮૦૪૦ અને ગત વર્ષે ૭૪૦૯ લોકોના મૃત્યું માર્ગ અકસ્માતને કારણે થયા છે. એટલે કે છ મહિને કુલ ૩૮૫૦ લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. જ્યારે કોરોના વાયરસને કારણે માત્ર છ મહિનામાં ૩૩૫૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તલાલા વિસ્તારના ધારાસભ્ય ભગા બારડે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં થતા મોત અને અકસ્માત ઘટાડવા માટે સરકારે લીધેલા પગલાંઓની માહિતી ગૃહમાં માગી હતી. આ મામલે સરકારની પણ પ્રતિક્રિયા નોંધવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે, રાજ્યના શહેર અને જિલ્લાઓને માર્ગ અકસ્માત ઘટે એ માટે ખાસ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. આ મુદ્દે નિયમિત જે તે શહેર કે જિલ્લાઓ પાસેથી ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.
એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં આરટીઓ અધિકારી, પોલીસ, આર એન્ડ બી તેમજ અન્ય એન્જસીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ અકસ્માતના સ્થળે જઈને તપાસ કરે છે અને મોત પાછળ ખામીવાળો રોડ જવાબદાર હતો કે, અન્ય કારણ એની તપાસ કરવામાં આવે છે. થોડા મહિના પહેલા એક સર્વે સામે આવ્યો હતો જેમાં સૌથી વધારે ઓવર સ્પીડને કારણે અકસ્માત રાજકોટમાં થાય છે જ્યારે બેદરકારીથી વાહન અને નિયમ તોડવા બદલ થતા અકસ્માતમાં અમદાવાદનું નામ મોખરે છે. એ વાત સ્પષ્ટ થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here