રાજ્યમાં નવા ૩૨૩ કેસ નોંધાયા : બે દર્દીના મોત

0
32
Share
Share

રાજ્યભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૪૬૯ જ્યારે ૩૪૨૮ દર્દીઓ સ્ટેબલ, ગુજરાતમાં કુલ મૃતાંક ૪૩૮૭

ગાંધીનગર, તા. ૩૦

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૩૨૩ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૪૪૧ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૫૩,૩૬૮ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૬.૯૯ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩,૪૬૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૪૧ છે. જ્યારે ૩,૪૨૮ લોકો સ્ટેબલ છે. ૨,૫૩,૩૬૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૮૭ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૨ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૦૧ તથા બનાસકાંઠાના ૦૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૨૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

વડોદરા કોર્પોરેશન      ૬૫

અમદાવાદ કોર્પોરેશન   ૬૩

સુરત કોર્પોરેશન ૪૨

રાજકોટ કોર્પોરેશન      ૩૬

વડોેદરા       ૧૩

આણંદ  ૧૦

કચ્છ   ૮

રાજકોટ ૮

ભરુચ   ૭

પંચમહાલ      ૭

ભાવનગર કોર્પોરેશન    ૫

મહેસાણા        ૫

મોરબી ૫

ગાંધીનગર કોર્પોરેશન   ૪

ગીર સોમનાથ  ૪

જુનાગઢ કોર્પોરેશન     ૪

અમદાવાદ     ૩

ગાંધીનગર      ૩

જામનગર      ૩

જુનાગઢ ૩

ખેડા    ૩

નવસારી        ૩

સાબરકાંઠા      ૩

સુરત   ૩

વલસાડ ૩

દાહોદ  ૨

મહીસાગર      ૨

તાપી   ૨

અમરેલી        ૧

દેવભૂમિ દ્વારકા  ૧

જામનગર કોર્પોરેશન    ૧

નર્મદા  ૧

કુલ     ૩૩૫

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here