રાજ્યમાં ઠંડી ૩ ડીગ્રી ગગડીને ૯.૯ ડીગ્રીએ પહોંચી, આબુમાં માઇનસ ૩ ડીગ્રી

0
24
Share
Share

અમદાવાદ,તા.૨૯
રાજ્યમાં વર્તમાન સીઝનમાં નલિયા ૪ ડીગ્રી નીચું તાપમાન સાથે ઠંડુંગાર બન્યું છે, સાથે જ સાત શહેરનું તાપમાન ૧૦ ડીગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન હોવું જોઇએ એના કરતાં ૩ ડીગ્રી ઓછી ઠંડી નોંધાઈ છે. શહેરમાં હજુ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન ૯.૯ ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૩ ડીગ્રી ઓછું હતું. શહેરમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાયો હતો. ૪.૪ ડીગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે ૯ શહેરોમાં ૫ ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઇનસ ૩ ડીગ્રી કડકડતી ઠંડીને કારણે બપોરના સમયે તડકો પડતાં હોવા છતાં લોકોને રાહત મળી નથી. રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ૨૦થી ૨૫ ડીગ્રી વચ્ચે હતો. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ૯ ડીગ્રી સુધી પહોંચી જતાં લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. આબુમાં સવારે ૧૧ વાગ્યા સુધી ભારે ઠંડીના કારણે લોકો બહાર નીકળતાં પણ ડરે છે. મોટા ભાગના પ્રવાસીઓ બપોરના સમયે જ આબુમાં ફરવા માટે નીકળી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો બફર જામી ગયો હોય એવાં દૃશ્યો જોવા મળે છે.
આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. ઠંડીને કારણે કચ્છમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે રસ્તા અને હાઇવે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઠંડીને કારણે જિલ્લાના મુખ્ય શહેર ભુજનાં બજારો પણ વહેલા બંધ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી બે દિવસ કૉલ્ડવેવની સ્થિતિ રહેશે. ભારે ઠંડીને પગલે ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદ આવતી-જતી ૧૮ ફ્લાઈટ ૪૫ મિનિટથી માંડી ૨.૩૦ કલાક સુધી લેટ પડી હતી. ગો-એરની ૯, સ્પાઈસ જેટની ૬ ફ્લાઈટ મોડી પડી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here