રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩૪૯ કેસ સામે ૧૪૪૪ દર્દી ડીસ્ચાજર્ : ૯૬ વેન્ટીલેટર

0
13
Share
Share

સુરત ૨૭૭, અમદાવાદ ૧૭૨, રાજકોટ ૧૪૧, વડોદરા ૧૨૯, જામનગર ૧૨૩, ગાંધીનગર ૪૩, ભાવનગર ૩૮ અને જુનાગઢ ૩૫ મળી ૮ મહાનગરોમાં ૩૨ જીલ્લામાં નવા કેસ નોંધાયા

રાજકોટ, તા.૧૫

રાજ્યમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે અને કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યુ છે. જેમાં રાજકોટની જ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૩૯ દર્દી ઓનો ભોગ લીધો છે જ્યારે સરકારી આંકડા મુજબ રાજ્યમાં માત્ર ૧૭ દર્દી ના મોત થયાનુ ખુલ્યું છે. કોરોનાને ડામવા સરકાર દ્વારા લોકડાઉન અને અનલોકમાં અનેક ગાઈડલાઈનો બાદ પણ છુટછાટ આપવામાં આવતા કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. જેમાં અમદાવાદ, સુરત, જામનગર અને રાજકોટ શહેર હોટસ્પોટ બની ગયું છે. ત્યારે કોરોનાને ડામવા આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહયુ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસની સરખામણીમાં ડીસ્ચાજર્ દર્દી ની  સંખ્યા વધી છે. જેમાં આજે વધુ ૧૩૪૯ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૧૬ લાખ અને ૧૪૪૪ દર્દી ઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૬.૯૩ દર્દી ઓની સ્થિતિ સ્ટેબલ છે. ૯૬ દર્દી ઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. કુલ મૃત્યુઆંક ૩૨૪૭ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લા અને ૪ મહાનગરોમાં ૪૬૬ નવા કેસો નોંધાયા છે. રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં છેલ્લા ૪ દિવસમાં ૧૦૦ થી વધુ દર્દી ઓનો કોરોનાએ ભોગ લીધો છે. રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભામાં સાંસદ અભય ભારદ્વાજની તબીયત નાજુક જણાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી નિષ્ણાંત તબિબોની ટીમને વિમાન માર્ગે રાજકોટ ખાતે આવી અને અભય ભારદ્વાજની સઘન સારવાર હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન, રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ અનિલ દેશાઈ, રાજકોટ સીટીના પી.એસ.આઈ. ડોડીયા, જાણીતી શૈક્ષણિક સંસ્થાના સંચાલક દર્શિત જાની અને ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સહિત અનેક લોકો કોરોનાની ઝપટમાં આવી ચુકયાનુ સતાવાર રીતે જાણવા મળ્યું છે.

રાજ્યના ૩૨ જીલ્લા અને ૮ મહાનગરોમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩૪૯ કેસો નોંધાયા છે. જેમાં સુરત ૨૭૭, રાજકોટ ૧૪૧, અમદાવાદ ૧૭૨, વડોદરા ૧૭૨, જામનગર ૧૨૩, ગાંધીનગર ૪૩, ભાવનગર ૩૮, જુનાગઢ ૩૫, મહેસાણાના ૪૯, પાટણ ૪૫, અમરેલી ૩૦, પંચમહાલ ૨૯, મોરબી ૨૮, બનાસકાંઠા ૨૪, કચ્છ ૧૯, મહીસાગર ૧૯, સુરેન્દ્રનગર ૧૮, દાહોદ ૧૭, ભરૂચ ૧૬, ગીરસોમનાથ ૧૪, બોટાદ ૧૨, ખેડા ૧૦, સાબરકાંઠા ૧૦, નર્મદા ૯, નવસારી ૯, વલસાડ ૭, આણંદ ૬, પોરબંદર ૫, છોટાઉદેપુર ૪, દેવભૂમી દ્વારકા ૪, તાપી ૪, ડાંગ ૨ અને અરવલ્લીમાં બે નવા દદર્ી મળી આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here