રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૪૭૧ દર્દીઓ નોંધાયા

0
33
Share
Share

અત્યાર સુધીમાં કુલ ૨૪૭૯૫૦ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા : ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૯૫ કેસ

અમદાવાદ, તા. ૨૧

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૪૭૧ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૭૨૭ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૭,૯૫૦ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૬.૧૭ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૬૯,૬૯૪ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૬૯,૫૮૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૫,૪૯૧ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૨ છે. જ્યારે ૫,૪૩૯ લોકો સ્ટેબલ છે. ૨,૪૭,૯૫૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૭૨ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૧ વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૦૧ વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૭૧ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૯૧

સુરત કોર્પોરેશન ૭૯

વડોદરા કોર્પોરેશન      ૭૨

રાજકોટ કોર્પોરેશન      ૪૩

વડોદરા ૨૪

રાજકોટ ૧૬

સુરત   ૧૨

કચ્છ   ૧૦

આણંદ  ૮

મોરબી ૮

ભરુચ   ૭

ભાવનગર કોર્પોરેશન    ૭

ગાંધીનગર      ૭

ગાંધીનગર કોર્પોરેશન   ૭

જુનાગઢ કોર્પોરેશન     ૭

અમરેલી        ૬

દાહોદ  ૬

ગીર સોમનાથ  ૬

ખેડા    ૬

નર્મદા  ૫

નવસારી        ૫

પંચમહાલ      ૫

અમદાવાદ     ૪

જામનગર કોર્પોરેશન    ૪

સાબરકાંઠા      ૪

દેવભૂમિ દ્વારકા  ૩

જામનગર      ૩

જૂનાગઢ ૩

મહેસાણા        ૩

અરવલ્લી       ૨

બનાસકાંઠા     ૨

મહીસાગર      ૨

છોટાઉદેપુર     ૧

પાટણ  ૧

પોરબંદર       ૧

સુરેન્દ્રનગર     ૧

ભાવનગર      ૦

તાપી   ૦

વલસાડ ૦

કુલ     ૪૭૧

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here