રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૬૦૨ કેસ નોંધાયો

0
16
Share
Share

અત્યાર સુધીમાં કુલ ૨૩૮૧૧૪ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા : ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૩૩ કેસ

ગાંધીનગર,તા.૧૨

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૬૦૨ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૭૫૫ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૧,૩૭૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૫.૩૪ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૭૩,૮૩૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૨,૭૨૧ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૧ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭,૪૩૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૮ છે. જ્યારે ૭,૩૮૧ લોકો સ્ટેબલ છે. ૨,૪૧,૩૭૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૫૦ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૦૧, બોટાદ ૦૧ અને વડોદરા ૦૧ દર્દી સહિત કુલ ૦૩ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૦૨ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૧૨૯

સુરત કોર્પોરેશન ૯૭

વડોદરા કોર્પોરેશન      ૮૪

રાજકોટ કોર્પોરેશન      ૫૭

વડોદરા ૨૬

સુરત   ૨૪

રાજકોટ ૧૫

આણંદ  ૧૨

ભરૂચ   ૧૧

ભાવનગર કોર્પોરેશન    ૧૧

દાહોદ  ૧૧

પંચમહાલ      ૧૧

ખેડા    ૧૦

ગાંધીનગર      ૯

ગાંધીનગર કોર્પોરેશન   ૮

જામનગર કોર્પોરેશન    ૮

કચ્છ   ૮

સાબરકાંઠા      ૮

મહેસાણા        ૬

સુરેન્દ્રનગર     ૬

જુનાગઢ કોર્પોરેશન     ૫

મોરબી ૫

અમદાવાદ     ૪

અમરેલી        ૪

ડાંગ    ૪

જુનાગઢ ૪

ભાવનગર      ૩

નર્મદા  ૩

નવસારી        ૩

વલસાડ ૩

બનાસકાંઠા     ૨

દેવભૂમિ દ્ધારકા  ૨

ગીર સોમનાથ  ૨

પોરબંદર       ૨

અરવલ્લી       ૧

છોટા ઉદેપુર    ૧

જામનગર      ૧

મહીસાગર      ૧

તાપી   ૧

કુલ     ૬૦૨

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here