અત્યાર સુધીમાં કુલ ૨૬૦૪૭૫ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા : ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૭ કેસ નોંધાયા
ગાંધીનગર,તા.૧૯
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૨૬૬ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૨૭૭ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૬૦,૪૭૫ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં ૩૧૫ કેન્દ્રો પર ૧૨૩૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ ૮,૦૯,૮૯૩ વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૭.૭૨ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે બીજી તરફ રાજ્યમાં આજે અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ ૦૮ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ પણ ૯૭.૭૨ ટકા જેટલો થઇ ચુક્યો છે. સરકારના પ્રયાસોને લીધે અત્યાર સુધીમાં ૨,૬૦,૪૭૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧,૬૮૪ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૩૦ છે. જ્યારે ૧,૬૫૪ લોકો સ્ટેબલ છે. ૨,૬૦,૪૭૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૪૦૪ લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના કેસ હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે. આજે વધુ ૨૬૬ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ કોર્પોરેશન ૪૬
વડોદરા કોર્પોરેશન ૪૨
સુરત કોર્પોરેશન ૩૭
રાજકોટ કોર્પોરેશન ૨૧
સુરત ૯
વડોદરા ૯
ખેડા ૮
રાજકોટ ૮
ગાંધીનગર કોર્પોરેશન ૬
મોરબી ૬
પંચમહાલ ૬
સાબરકાંઠા ૬
અમરેલી ૪
આણંદ ૪
ભરૂચ ૪
દાહોદ ૪
ગાંધીનગર ૪
ગીર સોમનાથ ૪
જામનગર કોર્પોરેશન ૪
જુનાગઢ ૪
કચ્છ ૪
મહીસાગર ૪
પાટણ ૪
છોટા ઉદેપુર ૩
જુનાગઢ કોર્પોરેશન ૩
મહેસાણા ૩
ભાવનગર કોર્પોરેશન ૨
જામનગર ૨
અમદાવાદ ૧
બનાસકાંઠા ૧
ભાવનગર ૧
નર્મદા ૧
નવસારી ૧
કુલ ૨૬૬