અત્યાર સુધીમાં કુલ ૨૪૯૩૫૨ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા : ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૮૫ કેસ
ગાંધીનગર, તા. ૨૩
ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૪૨૩ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૭૦૨ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૪૯,૩૫૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૬.૩૯ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૪,૯૬૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૦ છે. જ્યારે ૪,૯૧૦ લોકો સ્ટેબલ છે. ૨,૪૯,૩૫૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૭૫ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૧ વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૦૧ વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આ પ્રકારે ગુજરાતમાં માત્ર ૦૧ મોત કોરોનાને કારણે નિપજ્યું છે.
રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૨૩ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ કોર્પોરેશન ૮૧
સુરત કોર્પોરેશન ૭૫
વડોદરા કોર્પોરેશન ૬૫
રાજકોટ કોર્પોરેશન ૪૬
વડોદરા ૨૨
સુરત ૧૭
રાજકોટ ૧૩
કચ્છ ૧૧
ભાવનગર કોર્પોરેશન ૭
જુનાગઢ ૭
ગાંધીનગર ૬
ખેડા ૬
મહેસાણા ૬
ગાંધીનગર કોર્પોરેશન ૫
જામનગર કોર્પોરેશન ૫
અમદાવાદ ૪
આણંદ ૪
ગીર સોમનાથ ૪
મોરબી ૪
અરવલ્લી ૩
બનાસકાંઠા ૩
દાહોદ ૩
પંચમહાલ ૩
સાબરકાંઠા ૩
સુરેન્દ્રનગર ૩
ભરુચ ૨
છોટાઉદેપુર ૨
દેવભૂમિ દ્વારકા ૨
જુનાગઢ કોર્પોરેશન ૨
મહીસાગર ૨
નર્મદા ૨
અમરેલી ૧
જામનગર ૧
નવસારી ૧
પોરબંદર ૧
તાપી ૧
કુલ ૪૨૩