રાજ્યમાં કોરોના વાયરસના નવા ૬૭૫ કેસ જોવા મળ્યા

0
20
Share
Share

અત્યાર સુધીમાં કુલ ૧૦૧૦૧૦૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૨૩૮૯૬૫ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા

ગાંધીનગર,તા.૯

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સામાન્ય થતી જાય છે. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૭૦૦ની નીચે જતા રહ્યા છે. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.

રાત્રી કર્ફ્‌યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૭૦૦ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા ૬૭૫ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૮૫૧ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૮૯૬૫ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૫.૧૦ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી હતી.

આજે રાજ્યમાં કુલ ૪૭,૫૦૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૩૦.૮૬ પ્રતિ મીલીયન થાય છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧૦૧૦૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૮૮,૪૬૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૮,૩૫૨ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૯૬૮ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૫૯ છે. જ્યારે ૭૯૦૯ લોકો સ્ટેબલ છે. ૨૩૮૯૬૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૪૦ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૫ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, રાજકોટ કોર્પોરેશનના ૧, સુરતના ૧, વડોદરાના ૧ દર્દી સહિત કુલ ૪ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૭૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર  કેસ

અમદાવાદ કોર્પોરેશન  ૧૨૫

સુરત કોર્પોરેશન     ૧૦૧

વડોદરા કોર્પોરેશન    ૯૪

રાજકોટ કોર્પોરેશન   ૭૦

સુરત  ૨૨

રાજકોટ     ૨૦

મહેસાણા     ૧૭

કચ્છ  ૧૬

ગીર સોમનાથ ૧૩

જામનગર કોર્પોરેશન  ૧૩

દાહોદ ૧૨

જુનાગઢ     ૧૨

ખેડા  ૧૨

જુનાગઢ કોર્પોરેશન   ૧૦

પંચમહાલ     ૧૦

બનાસકાંઠા   ૯

નર્મદા  ૯

ગાંધીનગર    ૮

આણંદ ૭

જામનગર     ૭

મોરબી ૭

સાબરકાંઠા   ૭

ગાંધીનગર કોર્પોરેશન  ૬

ભરૂચ ૫

અમદાવાદ    ૪

પાટણ ૪

ભાવનગર કોર્પોરેશન  ૩

બોટાદ ૩

મહીસાગર    ૩

તાપી  ૩

અમરેલી     ૨

ભાવનગર    ૨

ડાંગ   ૨

દેવભૂમિ દ્વારકા ૨

સુરેન્દ્રનગર    ૨

વલસાડ ૨

અરવલ્લી     ૧

છોટા ઉદેપુર  ૧

નવસારી     ૧

પોરબંદર     ૧

કુલ   ૬૭૫

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here