રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત વધુ ૧૪૦૪ કેસ : કુલ કેસ ૧૩૪૬૨૬

0
18
Share
Share

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૩૬ ડીસ્ચાજર્ સાથે કુલ ૧૧૪૫૦૦ સ્વસ્થ : ૧૨ ના મોત

કોરોનાની નિષ્ફળતા ઢાંકવા તંત્ર અને સરકાર દ્વારા જનતા પર ઠીંકરૂ ફોડવાની જુની પ્રથામાં પરીવર્તન કરો

રાજકોટ, તા.૨૮

લોકો બેદરકાર બન્યાની વાત પાછળ સરકાર-તંત્રના દ્વારા આપવામાં આવતા કોરોના અસરગ્રસ્તો ત્થા મૃત્યુઆંક છુપાવી અસરગ્રસ્તોને શોધવાની પ્રક્રિયામાં પ્રારંભથી જ ઢીલી નીતિ જવાબદાર છે. કોરોના સામેની લડતમાં સામુહીક પ્રવાસોમાં જનતાએ પુરોપુરો સહયોગ આપ્યો છે પરંતુ સરકાર દ્વારા સાચા આંકડાઓ છુપાવી ચોપડા પરના આંકડા જ સાચા તેવુ રજુ કરવામાં આવતા લોકોમાં એવું લાગવા લાગ્યું કોરોના ઢીલો પડયો પરંતુ હકીકતે કોરોના આજે અત્યારે પણ અગાઉના દિવસો કરતા વધુ તેજ ગતિએ આગળ વધી રહેલ છે. શહેરી વિસ્તારોમાં ભીડભાડ વધુ પડતી જામતી હોવાથી કોરોનાને દોડવું હોય અને ઢાળ મળે તેવી સ્થિતી સર્જાય છે પરંતુ મોટી ભીડમાંથી ૯૦ ટકા કરતા વધુ લોકો કોરોનાની માર્ગદર્શિકાનુ તકેદારી પૂર્વક પાલન કરવા પ્રયત્નશીલ રહે છે સરકારી તંત્ર પોતાની નિષ્ક્રિયતા ઢાંકવા જનતા પર ઠીકરૂં ફોડવાની આગે સે ચલી આ રહી હૈ જુની પઘ્ધતિનો અમલ કરવામાં આવેલ છે. સરકારે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા તેમજ ઓછા કે વધુ ટકાના મૃત્યુઆંકની માથાકુટમાંથી બહાર નીકળી માંદગીની પથારીએ સારવાર મેળવતા અને મૃત્યુ પામતા દર્દીઓના સાચા આંકડા જાહેર થાય તો નેતાઓ અને અમલદારોના મતે સમાજમાં વ્યાપેલ બેદરકારી આપોઆપ ગાયબ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪૦૪ કેસ સાથે કુલ કેસ ૧.૩૪૬૨૩ નોંધાયા છે. જ્યારે ૧૩૩૬ દર્દીઓ સ્વસ્થ થયા છે. ૧.૧૪૪૭૬ લોકોએ કોરોનાએ મહાત આપી છે. ૧૨ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૪૩૧ નોંધાયો છે. ૧૬૬૨૫ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ૯૧ દર્દીને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં દિવસને દિવસે કોરોનાની સ્થિતિ વણસી રહી છે જેમાં રાજકોટ અને જામનગરમાં કોરોનાનો ફુંફાડો યથાવત રહયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ જીલ્લા અને ૪ મહાનગરોમાં વધુ ૪૦૯ કેસ નોંધાયા છે. રાજકોટ શહેર અને જીલ્લામાં ૧૪૮ કેસ સાથે કુલ ૮૯૫૨ કેસ નોંધાયા છે અને સરકારી આંકડા મુજબ ૩૧૯ દર્દીના મોત થયા છે.

રાજ્યમાં ૩૨ જીલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૪૦૪ કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં ૩૦૨, અમદાવાદ ૨૧૦, રાજકોટ ૧૪૮, વડોદરા ૧૪૧, જામનગર ૯૫, ગાંધીનગર ૪૦, ભાવનગર ૩૦, કચ્છ ૩૭, મહેસાણા ૪૩, ગીરસોમનાથ ૧૩, પોરબંદર ૩, પંચમહાલ ૨૨, પાટણ ૨૬, મોરબી ૧૮, આણંદ ૧૩, સાબરકાંઠા ૧૨, દાહોદ ૧૩, ભરૂચ ૨૯, બનાસકાંઠા ૩૫, મહીસાગર ૨૭, નર્મદા ૧૦, નવસારી ૯, ખેડા ૧૧, અરવલ્લી ૫, જુનાગઢ ૩૩, અમરેલી ૨૭, દેવભૂમી દ્વારકા ૬, બોટાદ ૭, સુરેન્દ્રનગર ૨૯, તાપી ૮ અને વલસાડમાં બે નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ૭ કલાકમાં મહાપાલીકાએ નિર્ણય બદલ્યો

રાત્રે ૧૦ વાગ્યા સુધી ખાણી-પીણીની દુકાનો ચાલુ રખાશે

અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને અટકાવવા મહાપાલીકા દ્વારા ૨૭ વિસ્તારોમાં કર્ફયુ લાદવામાં આવી હતી પરંતુ ૭ કલાકમાં નિર્ણય બદલાવી ખાણી-પીણીના ધંધાર્થીઓને  રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા મહાપાલીકાએ નિર્ણય કર્યો છે.

વધુ વિગત મુજબ શિયાળીની શરૂઆત થતા કોરોનાનુ સંક્રમણ વધતા મહાપાલીકા દ્વારા હોટસ્પોટ ગણાતા ૨૭ વિસ્તારોમાં બપોરના સુમારે કર્ફયુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે સંકલનના અભાવે તંત્ર દ્વારા મોટા ઉપાડે કરવામાં આવેલી જાહેરાત બાદ ૭ કલાકમાં નિર્ણયને પલ્ટાવવાની ફરજ પડી છે. જેમાં મહાપાલીકાના તંત્રની અણઆવડત છતી થઈ છે અને રાત્રીના ૧૦ વાગ્યે સુધી ખાણી-પીણીની દુકાનોને સોશ્યલ ડીસ્ટન્સ અને કોરોનાની માર્ગદર્શિકા અનુસરી ધંધો કરવાની પરવાનગી આપવામાં આવેલ છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૦૪ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૧૮૦

સુરત કોર્પોરેશન        ૧૭૬

સુરત   ૧૨૬

રાજકોટ કોર્પોરેશન      ૧૦૬

વડોદરા કોર્પોરેશન     ૧૦૨

જામનગર કોર્પોરેશન    ૭૩

મહેસાણા        ૪૩

રાજકોટ ૪૨

વડોદરા        ૩૯

કચ્છ   ૩૭

બનાસકાંઠા     ૩૫

અમદાવાદ     ૩૦

ભરૂચ   ૨૯

સુરેન્દ્રનગર     ૨૯

અમરેલી        ૨૭

મહીસાગર      ૨૭

પાટણ  ૨૬

ગાંધીનગર      ૨૨

જામનગર      ૨૨

પંચમહાલ      ૨૨

ગાંધીનગર કોર્પોરેશન   ૧૮

મોરબી ૧૭

જુનાગઢ        ૧૭

ભાવનગર      ૧૬

જુનાગઢ કોર્પોરેશન     ૧૬

ભાવનગર કોર્પોરેશન   ૧૪

આણંદ  ૧૩

દાહોદ  ૧૩

ગીર સોમનાથ  ૧૩

સાબરકાંઠા      ૧૨

ખેડા    ૧૧

નર્મદા  ૧૦

નવસારી        ૯

તાપી   ૮

બોટાદ  ૭

દેવભૂમિ દ્ધારકા ૬

અરવલ્લી       ૫

પોરબંદર       ૩

વલસાડ        ૨

કુલ     ૧૪૦૪

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here