કુલ કેસ ૨,૫૬ લાખ, ૨,૪૫ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ મૃત્યુ ૪૩૬૫
અમદાવાદ ૯૯, સુરત ૮૪, વડોદરા ૮૯, રાજકોટ ૭૬, ગાંધીનગર ૧૫, ભાવનગર ૧૧, જુનાગઢ ૧૪ અને જામનગર ૧૭ નવા કેસ નોંધાયા
રાજકોટ, તા.૧૬
રાજ્યમાં કોરોનાની રસીના પગલે કોરોના કાબુમાં આવ્યો છે અને નવા કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નવા કેસની સાથે સ્વસ્થ થનારા દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. રિકવરી રેટ ૯૫ ટકાએ પહોચ્યો છે. તેમજ મૃત્યુદર પર કાબુ મેળવવામાં આરોગ્ય તંત્રને અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે. કોરોના હળવો થતા લોકો જો બેદરકારી દાખવશે તો કોરોનાના ફરી બેકાબૂ બને તો આરોગ્ય તંત્રની મહેનત પર પાણી ફરી વળે તો નવાઈ નહીં તેવુ નિષ્ણાંતો કહી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં જેમાં નવા ૫૧૮ કેસ સામે સ્વચ્છ થનારા દર્દીની સંખ્યા ૭૦૪ નોંધાઈ છે. કુલ કેસનો આંકડો ૨.૫૬ લાખ પહોચ્યો છે. જ્યારે ૨.૪૫ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વધુ ૨ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૩૬૫ નોંધાયો છે. ૫૬ દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૬૫૩૨ દર્દીની સ્થિતિ સ્થિર છે.
સૌરાષ્ટ્રમાં ૧૨ જીલ્લા અને ૪ મહાનગરોમાં કોરોના મામલે રાહતના સમાચાર આવ્યા છે જેમાં ૬૦ ટકાથી વધુ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકોએ થોડી રાહતનો દમ લીધો છે. પરંતુ બેદરકારી દાખવશે તો વળી કોરોના ફૂંફાડો મારશે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં ૧૩૬ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોનાના નવા ૫૭ કેસ નોંધાયા છે. ૧૫૯ દર્દીઓ સારવાર મુક્ત થયા છે. ગ્રામ્યમાં ૧૯ નવા દર્દી સામે ૧૩ દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જીલ્લા અને ૮ મહાનગરોમાં ૫૧૮ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ ૯૯, સુરત ૮૪, વડોદરા ૮૯, રાજકોટ ૭૬, ગાંધીનગર ૧૫, જામનગર ૧૭, ભાવનગર ૧૧, જૂનાગઢ ૧૪, મહેસાણા ૧૪, ભરૂચ ૧૦, દાહોદ ૯, ગીરસોમનાથ ૯, આણંદ ૮, મોરબી ૮, સાબરકાંઠા ૭, ખેડા ૫, નર્મદા ૪, પંચમહાલ ૪, સુરેન્દ્રનગર ૪, અમરેલી ૩, બનાસકાંઠા ૨, દેવભૂમી ૨, પાટણ ૨, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને તાપીમાં નવા એક-એક કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી અને નવસારીમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.