રાજ્યમાં કોરોનાના નવા કેસ અને રિકવરી રેટનો રેસીયો એક સરખો, નવા દર્દી ૫૬૩ : કુલ કેસ ૨૮ હજાર નજીક

0
207
Share
Share

અમદાવાદમાં ૩૧૪, સુરત ૧૩૨, જામનગર ૧૦, જુનાગઢ ૭, રાજકોટ, ગીરસોમનાથ, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર નવા કેસ મળી આવ્યા

૨૪ કલાકમાં ૫૬૦ ડીસ્ચાજર્, ૨૧ દર્દી ના મોત : ૬૮ વેન્ટીલેટર પર

રાજકોટ, તા.૨૨

રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા દર્દી અને રિકવરી રેટનો રેસીયો યથાવત જોવા મળ્યો છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૬૩ દર્દી નોંધાયા છે અને કુલ ૨૭૮૮૦ આંકડો પહોચ્યો છે. તેમજ ૫૬૦ દર્દી ઓને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૯૯૧૭ દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ દર્દી ઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૧૬૮૫ પર પહોચ્યો છે. તેમજ ૬૨૭૮ દર્દી ઓની સ્થિતિ સ્થિર છે અને ૬૭ દર્દી વેન્ટીલેટર પર છે.

અમદાવાદમાં કોરોના કંટ્રોલ થયો છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૪૧ દર્દી ઓ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા ૧૯૧૫૧ પર પહોચી છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ દર્દી ના મોત નિપજ્યા છે. કુલ મૃત્યુઆંક ૧૩૪૮ નોંધાયા છે. જ્યારે સુરતમાં કોરોના બેકાબુ બન્યો છે જેમાં સતત ત્રીજા દિવસે આંકડો ૧૦૦ ને પાર કરી અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩૨ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં ૮ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવા દર્દી ઓનો ઉમેરો થયો છે જેમાં મોટા શહેરોથી લઈ નાના ગામડાઓ સુધી કોરોનાનો ચેપ પ્રસર્યો છે. જેમાં મોટાભાગના કેસોમાં અમદાવાદ અને સુરતની ટ્રાવેલ હીસ્ટ્રી બહાર આવી છે. જામનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં નવા કેસો નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ જીલ્લામાં કુલ ૫૬૩ કેસ મળી આવ્યા છે જેમાં અમદાવાદમાં ૩૧૪, સુરત ૧૩૨, વડોદરા ૪૪, જામનગર ૧૦, ગાંધીનગર ૭, જુનાગઢ ૭, નર્મદા ૭, આણંદ ૬, ભરૂચ ૫, મહેસાણા ૪, ભાવનગર ૩, પાટણ ૩, ખેડા ૩, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીરસોમનાથ, વલસાડ અને અમરેલીમાં ૨-૨ તેમજ બનાસકાંઠા, રાજકોટ,  પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીમાં નવા ૧-૧ કેસ નોંધાયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here