રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૨૫૮ દર્દીઓ નોંધાયા

0
36
Share
Share

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે : ૨૭૦ દર્દી સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે

અમદાવાદ, તા. ૨૦

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ ૨૫૮ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. જો કે રાજ્યમાં અત્યાર સુધીના કુલ રિકવર દર્દીઓ ૨,૬૦,૭૪૫ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૦૪ પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૨,૩૩૩ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫૧,૨૩૬ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ ૧૦ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોવિડ-૧૯ના ૨૫૮ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૨૭૦ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૭.૭૨ ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે ૨,૬૦,૭૪૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧,૬૭૨ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૨૯ છે. જ્યારે ૧,૬૪૩ લોકો સ્ટેબલ છે. ૨,૬૦,૭૪૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૪,૪૦૪ લોકોનાં મોત નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના કેસ હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે. આજે ૨૫૮ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર  કેસ

અમદાવાદ કોર્પોરેશન  ૪૫

વડોદરા કોર્પોરેશન    ૪૧

સુરત કોર્પોરેશન     ૩૬

રાજકોટ કોર્પોરેશન   ૨૦

સુરત  ૧૫

ખેડા  ૧૦

આણંદ ૮

વડોદરા ૮

ગાંધીનગર કોર્પોરેશન  ૫

કચ્છ  ૫

રાજકોટ     ૫

સાબરકાંઠા   ૫

ગાંધીનગર    ૪

જુનાગઢ     ૪

અમરેલી     ૩

ભરૂચ ૩

ભાવનગર કોર્પોરેશન  ૩

છોટા ઉદેપુર  ૩

દાહોદ ૩

દેવભૂમિ દ્વારકા ૩

ગીર સોમનાથ ૩

જામનગર કોર્પોરેશન  ૩

જુનાગઢ કોર્પોરેશન   ૩

મહીસાગર    ૩

મહેસાણા     ૩

મોરબી ૩

નવસારી     ૩

પંચમહાલ     ૩

નર્મદા  ૨

વલસાડ ૨

બોટાદ ૧

કુલ   ૨૫૮

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here