રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને ૬ માસનું એક્સ્ટેનશન મળ્યું

0
23
Share
Share

ગાંધીનગર,તા.૧૭

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને ૬ માસનું એક્સ્ટેનશન મળ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકીમના એક્સ્ટેનશનની અરજીને મંજૂર કરી છે. ઓગસ્ટ મહિનાનાં અંતે રિટાયર થઈ રહેલા મુકીમ હવે ફેબ્રુઆરી ૨૦૨૧સુધી મુખ્ય સચિવના પદે રહેશે. ગુજરાત સરકારે રાજ્યની હાલની કોરોના મહામારીની સ્થિતિ અને આર્થિક હાલાતને ધ્યાનમાં રાખતા મુકીમ આ પદ માટેના સૌથી યોગ્ય અધિકારી છે.

આ માટે જ ગુજરાત સરકારે કેન્દ્રમાં વિનંતી કરી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી છે. અનિલ મુકીમ દિલ્હીથી ચીફ સેક્રેટરી તરીકે ગુજરાત મૂકવામાં આવ્યા હતા જેથી એવું માનવામાં આવે છે કે તેઓને દિલ્હીમાં કેન્દ્ર સરકાર સાથે નિકટના સંબંધો છે. અનિલ મુકીમ જો હાલમાં રિટાયર્મેન્ટ મળી હોત તો નવા ચીફ સેક્રેટરીના દાવેદાર તરીકે કેટલાંક નામો ચર્ચાતા હતા.

જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) પંકજ કુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી (પર્યાવરણ અને વનવિભાગ), ડો રાજીવ કુમાર ગુપ્તા, એડિશનલ ચીફ સેક્રેટરી (લેબર અને એમ્પ્લોયમેન્ટ), એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ટર્નલ ટ્રેડના સેક્રેટરી ગુરુપ્રસાદ મહાપાત્રા જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here