રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન

0
27
Share
Share

ગાંધીનગર,તા.૨૨
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને વધુ ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ વધુ એક વખત લંબાવ્યો છે. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી દીધી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ૧૯૮૫ બેચના ૈંછજી અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. આમ હવે તેઓ ઓગષ્ટ ૨૦૨૧ સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે. તેઓ ૨૮ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યાં હતાં.
મુખ્ય સચિવપદે મુકીમનો કાર્યકાળ ત્રીજી વાર વધવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે તેઓ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં છે.ગુજરાત વહિવટી સેવામાં હજુ સુધી તેમનો વિકલ્પ મળ્યો નથી તે પણ એક કારણ હોઈ શકે છે.કોરોનાને કારણે અનિલ મુકિમને ઓગષ્ટ ૨૦૨૦માં છ મહિના માટે એક્સટેન્શન મળ્યું હતું. હવે ફેબ્રુઆરીમા બીજા છ મહિનાનું ફરી એક્સટેન્શન મળ્યું છે. જેથી તેઓ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં છે. હવે તેઓ ઓગષ્ટ ૨૦૨૧ સુધી સેવા આપશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here