રાજ્યના પ શહેરોમાં બનશે ૭૦ માળથી વધુની ગગનચૂંબી બિલ્ડિંગો

0
20
Share
Share

ઊંચી ઇમારતો માટેનાં નિયમોમાં મહત્વપૂર્ણ જોગવાઇ, ટૉલ બિલ્ડિંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઉંચાઇના બિલ્ડિંગ્સને લાગુ થશે, બિલ્ડિંગનો રેશિયો ૧ઃ૯ કે વધુ હોય તેને લાગુ થશે

આ નિર્ણયથી જમીનોની કિંમત ઓછી થશે અને મકાનો સસ્તા થશે તેમજ સામાન્ય વ્યક્તિને એફોર્ડેબલ મકાનો મળી શકશે, બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના થશે

આ પાંચ મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીગરનો સમાવેશ

ગાંધીનગર,તા.૧૮

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યમાં હાલ નિયમો મુજબ વધુમાં વધુ ૨૨-૨૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇઃ ઊંચાઇ) ૧ઃ૯ કે વધુ હોય તેને લાગુ થશે.

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી CGDCR-૨૦૧૭માં ટોલ બિન્ડિંગ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ ૨૨-૨૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. જે નીચે મુજબ છે.

બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧ઃ૯ કે વધુ હોય તેને લાગુ થશે. વધુમાં આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR  મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.

સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. ૧૦૦થી ૧૫૦મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર. ૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટરની જોગવાઈ કરવામાં આવશે.

મહત્તમ FSI ૫.૪ મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI £e FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ ૫૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે. હેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.

પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.

શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે. આવા વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here