રાજ્યના નવા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાએ શપથ લીધા

0
17
Share
Share

ગાંધીનગર,તા.૨૩

ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ રાજેશ એચ શુક્લાએ રાજ્યના નવા લોકાયુક્ત તરીકે આજે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છેકે, રાજ્યમાં લોકાયુક્ત તરીકેનું પદ છેલ્લા દોઢ વર્ષથી આ સ્થાન ખાલી હતું. રાજ્ય સરકારે આખરી મંજૂરી આપતાં જસ્ટિસ શુક્લ હવે નવા લોકાયુક્ત બન્યા છે. રાજભવન ખાતે શપથવિધિ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here