રાજ્યનાં આવકવેરા વિભાગના ૩૭૬ અધિકારીઓની બદલી

0
28
Share
Share

રાજકોટ, તા.૨૪

રાજકોટ સહિત રાજ્ય ના ઇન્કમ ટેક્સ વિભાગમાં ગત મોડી રાત્રે ડેપ્યુટી કમિશનર આસિસ્ટન્ટ કમિશનર અને ઈન્કમટેક્ષ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળ્યો છે. હવે ઇન્કમટેક્સ વિભાગ માં નવી સિસ્ટમ ફેસલેસ એસેસમેન્ટ મુજબ કામગીરી શરુ કરશે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઇન્કમ ટેક્સ ડિપાટર્મેન્ટમાં ફેસલેસ સેટઅપ પણ ગોઠવાઈ ગયું છે ત્યારે નવી સિસ્ટમ માટે અધિકારીઓના ઓર્ડરની ઘણા સમયથી રાહ જોવાતી હતી. લાંબા સમય પછી સીબીડીટી દ્વારા ગુજરાત ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિત ઇન્કમટેક્સ અધિકારીઓની નિમણૂક  આ નવા માળખા માટે કરવામાં આવી છે.

આ ધરખમ ફેરફાર માં ૯૧ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર, ૩૦ અધિકારીઓને એડિશનલ ચાજર્, ૩૭૬ ઇન્કમટેક્સ અધિકારીઓની નવા સેટઅપ માટે બદલી કરવામાં આવી છે. નવી સિસ્ટમ માટે રાજકોટમાં ચીફ કમિશનર રવિન્દ્રકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપલ  કમિશનર નીરજ કુમાર ને ચાજર્ સોંપવામાં આવ્યો છે. રાજકોટમાંથી એચ.પી જોશીને જુનાગઢ, ચેતન કાચને જામનગર, રોહિત વર્માને સુરત, રાજકોટમાં સમીર મેકવાન વિવેક જોહરી પ્રકાશ ભટ્ટ, મનીષ અજુડિયા, આદર્શ તિવારી, એમ.બી.પટેલ, હરીશ મિતલ સહિત અધિકારીઓની ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિમણુક કરાઇ છે.

આ ઉપરાંત ૩૭૬ જેટલા અધિકારીઓની ઇન્કમટેક્સ અધિકારી તરીકે નિયુક્તી થઈ છે. જેમાં રાજકોટમાં સંજય ખુસલાણી, રાજીવ કુમાર, રાજેશ પીલાઈ, રાજેશ કુમાર, રુપલ સાકરીયા સંતોષ દવે, શનશાક શર્મા, વિનેશ રાયઠઠ્ઠા, યોગેશ શેઠ શહીદ અધિકારીઓ રાજકોટ ઇન્કમ ટેક્સ વિભાગમાં ફરજ બજાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here