રાજુલા : ચૌત્રા ગામેથી પાર્ક કરેલા ટ્રકની ચોરી

0
19
Share
Share

અમરેલી, તા.૧૮

કોવાયા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા દાનુભાઈ વિરાભાઈ નોળની માલીકીનો ટ્રક ડ્રાયવર વાઘાભાઈ ડાયાભાઈ રાઠોડે રાજુલા તાલુકાના ચૌત્રા ગામના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ હોય તે ટ્રક ગત તા.૧૪/૮ ના રોજ સવારે રાજુલા ગામે રહેતા ધર્મેશભાઈ ચંદુભાઈ રાદડીયાના કહેવાથી આરોપી હીપાભાઈ ભગવાનભાઈ મકવાણા તથા ભાવનગર જિલ્લાના કરદેજ ગામે રહેતા હરેશભાઈ ધીરૂભાઈ કોતરે ચોરી કરી લઈ ગયેલ હોય પરંતુ ટ્રકમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરેલ હોવાથી તપાસ કરાતા ચોરી થયેલ ટ્રક પટાણા ગામેથી આરોપી હીપાભાઈ પાસેથી મળી આવેલ પરંતુ ટ્રકમાં રાખેલ આરટીઓ લગત કાગળો ન મળી આવતા આ બનાવ અંગે ટ્રક રૂા.૨૦ લાખનો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

૨૭ પશુઓ બચાવાયા

અમરેલીના મોટા કસ્બાવાડમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા મહેબુબભાઈ ઉર્ફે ખીસકોલી અલીભાઈ શેખ, ફારૂકભાઈ ઉર્ફે ઉંદર અલીભાઈ તકરવાડીયા તથા ઈમરાન હબીબભાઈ કાલવા નામના ત્રણ ઈસમો પોતાના હવાલાવાળા ટ્રક નંબર જી.જે.૧૨.એ.ટી. ૭૯૮૧, જી.જે.૧૮.યુ. ૭૪૮૦ તથા ટ્રક નં.જી.જે.૪.એકસ. ૮૧૧૨ માં ૯-૯ જેટલી કુલ ૨૭ ભેંસને રાત્રીના સમયે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કર્યા સિવાય ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધી લઈ જતા હોવાની બાતમી અમરેલી તાલુકા પોલીસને મળતા અમરેલી નજીક સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી આ ત્રણેય ટ્રકને તથા ભેંસ નંગ-૨૭ મળી કુલ રૂા.૨૮,૦૫,૦૦૦ ના મુદામાલ સાથે ત્રણેય ટ્રક ચાલકોને ઝડપી લઈ આ ભેંસને કયાં લઈ જવાતી હતી તે અંગે વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસે હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here