રાજુલા : ખાખબાઇ ગામે બર્ડ ફલુની આશંકા, ૬૦ મરઘાનાં શંકાસ્પદ મોત થતા સેમ્પલ મોકલાયા

0
25
Share
Share

અમરેલી તા. ૩૦

ખાખબાઈ ગામે ૨ દિવસમાં ૬૦ મુરઘાઓનાં શંકાસ્પદ મોત થતા ગામનાં સરપંચે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.રાજુલાના ખાખબાઈ ગામે રહેતા સંગ્રામભાઈ ભુરાભાઈ દેવીપૂજકના રહેણાંક મકાનમાં બે દિવસમાં કુલ ૬૦ મુરઘાના મોત થયા તેની જાણ ખાખબાઈ સરપંચ નાથાભાઈને થતા તેઓએ રાજુલાના નાયબ કલેકટર તેમજ આરોગ્ય અધિકારી ડો. કલસરીયાને જાણ કરતા પશુ ડોકટર તેમજ આરોગ્ય ટીમસ્થળ ઉપર જઈ મુરઘાના નમૂના આજે ભોપાલ મોકલવામાં આવ્યા. બર્ડ ફલુ છે કે નહીં તેની તપાસ કરવા મોકલાવેલ છેલ્લા બે દિવસમાં મુરઘાના ૬૦ જેટલા મોત થયેલ.હાલ સમગ્ર મુરઘાના મોત શંકાસ્પદ રીપોટર્ ન આવે ત્યાં સુધી આ પરિવારને એવી કાંઈ ખબર ન પડે એટલે આજે બીજીવાર મુરઘાના મોત થયા એટલે આ વાતની ગામજનો વાત કરતા ગામલોકો દોડી ગયા અને તંત્ર દ્વારા તપાસ કરી દેવીપૂજક પરિવારને જણાવેલ હવે રાત્રીના કોઈ મુરઘા મોતને ભેટે તો જાણ કરવા જણાવવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here