રાજુલામાં ગ્રાહકની તરફેણમાં ગ્રાહક ફોરમનો ચૂકાદો

0
24
Share
Share

વીમા કંપની નાણાં ચૂકવશે કે અપીલમાં જશે ?

સાવરકુંડલા. તા.૧૧

રાજુલા તાલુકાના વડલી ગામ ના જયાબેન છગનભાઈ બલદાણીયા સાથે બનેલ છે જયાબેન ના પતિ છગનભાઈ બલદાણીયા વડલી ગામ ના ખેડૂત ખાતેદાર હતા.અને તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વાવેરા શાખામાં ખેતી વિષયક ધિરાણો લેતાં હતાં.

ફરિયાદીના ગુજરનાર પતિ છગનભાઈ ભાણાભાઈ બલદાણીયાનું તારીખ ૧૪-૯-૨૦૦૩ ના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલું. જેથી ફરિયાદીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ રુ ૫૦૦૦૦ નો કલેઇમ એસ.બી.આઈ.વાવેરા સમક્ષ કરેલો. જે ક્લેમ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ન ચુકવતા ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા મારફતે અમરેલી જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરેલી.

જેમાં ફોરમે સમય મર્યાદાનો બાદ નડે છે તેમ કઈ ફરિયાદ કાઢી નાખતા સ્ટેટ કમિશન અમદાવાદ ખાતે અપીલ દાખલ કરેલી. જે અપીલના કામે હુકમ કરીને સને ૨૦૧૦માં આ ફરિયાદ ફરી ચલાવવા સ્ટેટ કમિશનને જણાવેલું જેથી અમરેલી ગ્રાહક ફોરમે ગ્રાહક કેસ નંબર ૬૮/૨૦૧૦  નંબર આપીને પૂરતો પુરાવો લઈને વીમા કંપની વિરુદ્ધ ઓર્ડર કરેલ.

જે ઓર્ડરથી નારાજ થઈને વીમા કંપની અપીલમાં જતા સ્ટેટ કમિશન  અમદાવાદે ફરીથી પુરાવો લેવાનો હુકમ કરી રિમાન્ડ કેસ નંબર ૬૮/૨૦૧૦  કમિશન અમરેલીમાં પરત મોકલેલો. જેથી ફરી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ને નોટીસ કરેલી જેમાં કોઇ સમયસર હાજર ન રહેતા અને સમય મર્યાદામાં કેસ પુરો કરવાની સૂચના હોવાથી તેમજ ગ્રાહક સુરક્ષા મંડળે ફરિયાદી ને પડતી પારાવાર મુશ્કેલીનો ચિતાર રજુ કરતા આ કામે તારીખ ૨-૧૧-૨૦  ના રોજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમરેલી ના પ્રમુખ ભાર્ગવભાઈ પાઠક તથા મેમ્બર સંજયભાઈ મહેતા અને અંજનાબેન ગોસાઈએ ફરિયાદી તરફે હુકમ કરીને ૫૦,૦૦૦ ફરિયાદ દાખલ તારીખ ૧૧-૫-૨૦૧૦ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. સાથે સાથે માનસિક આઘાત  દુઃખ પરેશાની તથા ખર્ચના રુપિયા ૨૫૦૦  ચૂકવવાનો હુકમ કરેલ છે. હવે જોવાનું એ રહ્યું કે વીમા કંપની ફરીથી અપીલ કરે છે કે નાણાં ચૂકવી દે છે?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here