રાજુલાઃ ધારેશ્વર ગામનાં ચેકડેમમાં બે યુવાનો ડુબ્યા, એક સારવારમાં એકની શોધખોળ

0
18
Share
Share
અમરેલી, તા.૨
રાજુલા નજીક આવેલ ધારેશ્વરના ચેકડેમમાં આહીર સમાજના ર યુવકો ડૂબી જતા મામલતદાર, પોલીસ ટીમ અને સેવાભાવીઓ દોડી ગયા હતા અને એક યુવક શોધખોળ બાદ મળી આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
વિગત એવા પ્રકારની છે કે ધારેશ્વરના ચેકડેમમાં ગણપતી વિસજર્ન કરતી વેળા ર યુવકો અકસ્માતે પાણીમાં પડી જતા અધિકારીઓ અને સેવાભાવીઓ દોડી ગયા હતા. તો રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાથી તરવૈયાઓની ટીમ બોલાવવામાં આવી હતી. એક યુવક શોધખોળ દરમિયાન મળી આવેલ છે. જયારે અન્ય એક યુવકની શોધખોળ કરવામાં આવી રહયા છે.
ખાણમાં સગીરનું ડુબી જતા મોત
રાજુલા શહેરમાં આવેલ પથ્થરની ખાણમાં ચોમાસામાં વરસેલા વરસાદના કારણે ખાણમાં પાણી ભરાઈ જતા હાલ રાજુલામાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભાટિયા અજમેરના રહેવાસી રાહુલ સત્યનારાયણ ખાતી નામના ૧૭ વર્ષીય યુવક આ પાણી ભરેલ પથ્થર ખાણમાં આજરોજ નાહવાજતાં પાણી ભરેલ પથ્થરની ખાણમાં તે ડૂબી જતાં તેનું મૃત્યુ થયું છે. તેની બોડી આજુબાજુના લોકો અને પરિવારના સભ્યો દ્વારા પાણીમાંથી બહાર કાઢી રાજુલાના સરકારી દવાખાને પોસ્ટ મોટર્મ માટે લાવવામાં આવેલ છે. જયાં તેનું પોસ્ટ મોટર્મ કરવામાં આવેલ છે. આ બાળકનું મૃત્યુ થતાં તેના પરિવારજનોમાં દુઃખનું આભ તૂટી પડયું છે. દવાખાનામાં પરિવારજનો ભારે આક્રંદથી રોવા લાગ્યા હતા.
મહિલાનો આપઘાત
અમરેલીના બાયપાસ રોડ ઉપર આવેલ રોકડીયા પરામાં રહેતા અને ડ્રાયવીંગનો વ્યવસાય કરતા વાલજીભાઈ નાગજીભાઈ પાટડીયાએ મફતપરામાં મકાન બનાવવું હોય, અને બાદમાં પોતાના દીકરાના લગ્ન કરવા હોય, જેથી પોતાની પાસે પૈસાની અગવડતા હોય જેથી તેમના પત્નિ અનુબેન વાલજીભાઈ પાટડીયા (ઉ.વ.૪૩)ને મનમાં લાગી આવતા તેણીએ પોતાના રુમમાં આડસર સાથે ચુંદડી બાંધી ગળા ફાંસો ખાઈ લેતા અનુબેનનું મૃત્યુ નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
સગીરાનું અપહરણ
અમરેલીનાં હરી રોડ ઉપર કપડાની દુકાન ધરાવતાં એક વેપારીનો પુત્ર (ઉ.વ.૧૬) માસ-૯નાં પોતાની પિતાની દુકાને આવ્યા બાદ કોઇ અજાણ્યો ઇસમ આ તરુણને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાતા સીટી પીઆઇ ડી.બી.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here