રાજુલાઃ ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

0
46
Share
Share

અમરેલી, તા.૩૦

રાજુલા-જાફરાબાદ પાસેથી ત્રણ મહિના પહેલા ચોરેલી બાઇકનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજુલા પોલીસે ચોરાયેલા બાઇક સાથે શખસને ઝડપી લઇ મોટરસાઇકલ કબજે કરી કાર્યવાહી કરી છે. રાજુલા પોલીસ મથકમાં આજથી ત્રણેક માસ પહેલા સીડી ડીલક્ષ મોટર સાઇકલ ચોરાયા હોવાની નોંધાયેલી ફરિયાદના પગલે રાજુલા પીઆઇ આર.એમ.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં ત્યારે પસાર થતાં શંકાસ્પદ મોટર સાઇકલ ચાલકને અટકાવી પુછપરછ કરતાં પોતાનું નામ કાર્તીક વાઘજી લહેરી રહે.મુંજીયાસર તા.ખાંભાવાળો હોવાનું જણાવેલ હતું.

મોટરસાઇકલ વિશે પોલીસે પુછપરછ કરતાં તેતેમને ત્રણેક મહિના પહેલા રાજુલા- જાફરાબાદ રોડ પરથી ચોરી કરી હોવાની કબૂલાત આપતાં શખસની અટકાયત કરી ચોરાયેલી મોટરસાઇકલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here