રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર સરકારે પતંજલિ કોરોનિલ પર પ્રતિબંધ લગાવ્યો

0
23
Share
Share

મુંબઇ/જયપુર,તા.૨૫

બાબા રામદેવની દવા કોરોનિલ ટેબલેટ અંગે મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલ અંગે હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી શકી નથી. એવામાં મહારાષ્ટ્રમાં દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા મંગળવારે ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું હતું કે, જેણે વિશ્વાસ હોય એ જ આ દવાનું સેવન કરે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે ટિ્‌વટર પર લખ્યું કે, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુર પતંજલિના ‘કોરોનિલ’નું ટ્રાયલ કરાયો હતો કે નહીં તે અંગે તપાસ કરશે. અમે બાબા રામદેવને ચેતવણી આપીએ છીએ કે અમારી સરકાર મહારાષ્ટ્રમાં નકલી દવાઓના વેચાણની મંજૂરી નહીં આપે.

પતંજલિ આયુર્વેદની કોરોના દવા અંગે આયુષ મંત્રી શ્રીપદ નાઈકે બુધવારે કહ્યું કે, આ સારી વાત છે કે યોગ ગુરુ બાબા રામદેવે દેશને નવી દવા આપી છે. પરંતુ નિયમ પ્રમાણે પહેલા આયુષ મંત્રાલયમાં તપાસ કરાવવા માટે આપવી પડશે. રામદેવે મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો. કોરોનિલ અને શ્વસારિ નામની દવા લોન્ચ કરતી વખતે રામદેવે કહ્યું હતું કે, આનાથી માત્ર ૭ દિવસમાં દર્દી ૧૦૦% સાજા થઈ જશે. સરકારે દવાના લોન્ચિંગના પાંચ કલાક પછી જાહેરાતને અટકાવી દીધી હતી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here