રાજસ્થાન ફરવા ગયેલા વડોદરાના પરિવારના ઘરમાંથી ૨૦ હજારની મત્તાની ચોરી

0
18
Share
Share

વડોદરા,તા.૧૯
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળીના તહેવારો ફરવા માટે રાજસ્થાન ગયો હતો. તે સમયે બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત ૨૦ હજાર રૂપિયાની મત્તા ચોરીને એક તસ્કર ફરાર થઇ ગયા હતા. મકાન માલિકે મોબાઇલ એપ્લિકેશન પોતાના ઘરના સીસીટીવી ચેક કરતા ચોરી થયાની જાણ થઈ હતી.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોવિનો-તરસાલી રોડ પર આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા શેખર ક્રિષ્ન મોહન શ્રીવાસ્તવ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે દવાઓનું માર્કેટિંગ કરે છે. ૧૬ નવેમ્બરના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે રાજસ્થાનના ઉદેપુર ખાતે ફરવા માટે ગયા હતા.
દરમિયાન તેઓએ ઘરમાં લગાવેલા સીસીટીવી મોબાઈલની એપ્લિકેશનમાં ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, ઘરમાં ચોરી થઈ છે, જેથી તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઘરના પાછળના ભાગે આવેલુ જાળીનું લોક તોડીને ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર બેડરૂમમાં મૂકેલી તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧૦ હજાર, ચાંદીની ૩ નંગ પાયલ, સોનાની વીંટી સહિત ૨૦ હજાર રૂપિયાની મતા ચોરી નાસી છૂટ્યો હતો. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here