રાજસ્થાન-ગુજરાતની સરહદેથી આતંકીઓને ઘૂસાડવાનો પ્રયાસ

0
23
Share
Share

વર્ષ ૨૦૨૦માં પાક. દ્વારા રાજસ્થાન-ગુજરાતની બોર્ડરથી ભારતમાં આતંકીઓને ઘૂસાડવાની વધુ ઘટનાઓ નોંધાઇ

નવી દિલ્હી, તા. ૨૬

ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા પાકિસ્તાને આ વર્ષે જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરહદો છોડીને રાજસ્થાન અને ગુજરાતની સરહદોમાંથી દેશમાં આતંકીઓ ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો છે. બીએસએફના જણાવ્યા મુજબ, વિતેલા વર્ષોની સરખામણીએ ૨૦૨૦માં પાકિસ્તાન દ્વારા રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર્સથી ભારતમાં આતંકીઓને ઘૂસાડવાની વધારે ઘટનાઓ નોંધાઇ હતી.

આ બધામાં સૌથી ખાસ મુદ્દો એ હતો કે બીએસએફના કાશ્મીર ફ્રન્ટિયરએ વિતેલા વર્ષોની સરખામણીએ આ વર્ષે માત્ર એક ઘૂસપેઠ નોંધી જ્યાર નેવમ્બરના પહેલા સાત દિવસમાં ૪ ઘૂસપેઠની ઘટનાઓ નોંધી હતી. આ આંકડા દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરની સરહદોમાંથી પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરી પર એક હદ સુધી રોક લગાવવામાં ભારતીય સરહદી સુરક્ષા દળોએ નોંધનીય સફળતા મેળવી છે જેના લીધે પાકિસ્તાને હવે અન્ય રસ્તાઓમાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર્સનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

આ વર્ષે બીએસએફ એ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર્સ પર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઘૂસણખોરીની વધારે ઘટનાઓ નોંધી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં મોકલવાનો વિકલ્પ શોધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આતંકીઓને ભારતમાં ઘૂસાડવાના પ્રયત્નો હેઠળ પાકિસ્તાની સેના એલઓસી પર સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. જતે દિવસે પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર અને મોર્ટાર હુમલાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેથી સંઘર્ષ દરમિયાન તેના આતંકીઓ એલઓસી ક્રોસ કરી ભારતમાં ઘૂસી શકે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here